વડાલી ના ચામુંડા મંદિર ખાતે પ્રતિભા સન્માન સમારોહ 2021 યોજાયો.જેમાં
સમારોહ ના અધ્યક્ષ શ્રી પરમાર જગદીશભાઈ માધાભાઇ ઉપસ્થિતિ રહ્યા..
વડાલી શહેર ના વણકર સમાજ યુવા સંગઠન દ્વારા પ્રતિભા સન્માન સમારોહ યોજાયો.
વડાલી ના ચામુંડા મંદિરે પ્રથમ વખત પ્રતિભા સન્માન સમારોહ નું સફળતા પૂર્વક આયોજન સમપ્પન થયું..આ સમારોહ ના મુખ્ય મહેમાન તરીકે ડૉ. પ્રો. નટવરલાલ પુંજીરામ તેમજ ડૉકટર. નીલમબેન ગોવિંદભાઇ વર્મા તથા નટુભાઈ પુંજા ભાઈ વડાલીયા ખાસ હાજર રહ્યા હતા. આ સમારોહ માં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિચાર દર્શન ના વક્તા શ્રી . કનુભાઈ બ્રાહ્મણીયા તેમજ સમારોહ ના દાતા શ્રી પ્રભુભાઈ વજાભાઈ ની સાથે ભોજન ના દાતા શ્રી માન .ડાહ્યાભાઈ માંઘા ભાઇ વણકરે ખાસ હાજરી આપી હતી. વણકર સમાજ માં શિક્ષણ ક્ષેત્રે સફળતા મેળવવા ..સફળ જીવન જીવવા ..વ્યસનમુક્તિ .સ્ત્રી સશક્તિકરણ જેવી બાબતો ઉપસ્થિત મહેમાનો દ્વારા સમજાવવા માં આવી હતી.કાર્યક્રમ ના અંતે તમામ વ્યક્તિઓ માટે ભોજન પ્રસાદ ની સુંદર વ્યવસ્થા કરવા માં આવી હતી..આ સમગ્ર આયોજન વડાલી વણકર સમાજ યુવા સંગઠન દ્વારા કરવા માં આવ્યું હતું..
રિપોર્ટર..રમેશ પટેલ..વડાલી