ધામડી ગામે થી પગપાળા સંગ આજે ત્રીજા દિવસે માં..ના ચરણે પહોંચ્યા
વડાલી તાલુકા બાર ગામ કડવા પાટીદાર સમાજ ના પ્રમુખ જ્યંતી ભાઈ પટેલ જેઓ વડાલી 12 ગામ પાટીદાર સમાજ ના છેલ્લા ઘણા વર્ષો થી પ્રમુખ તરીકે છે ત્યારે ધામડી ગામે થી 8 વર્ષ થી પગપાળા ઉજા ઉમિયા માતાજી રથ જાય છે ત્યારે ચાલુ વર્ષે ધામડી ગામે 70 જેટલા પાટીદાર ભાઈઓ બહેનો માતાજી ના ચરણે પગપાળા રથ સાથે નીકળ્યા હતા જેઓ આજે ત્રીજા દિવસે ઉજા પહોંચી માતાજી ના પટાંગણ ઉમિયા માતાજી ની મહાઆરતી કરી હતી અને સંગ સાથે ધજા ચડાવી ને ધન્યતા અનુભવી હતી ત્યારે ખાસ વાત તો એછે કે જાહેર જીવન માં નામ ધરાવતા જયતી ભાઈ પટેલ હાલ વડાલી કડવા પટેલ સમાજ ના પ્રમુખ છે તથા સાબરડેરી ના ડિરેક્ટર છે તથા પૂર્વ ચેરમેન માર્કેટયાર્ડ તથા અનેક બીજ જગ્યાએ સેવા કાર્યો સાથે જોડાયેલ છે તેઓ ધામડી ગામ ના પગપાળા રથ સાથે તેમના ધર્મપત્ની સાથે જોડાયા હતા અને લગભગ 70 વર્ષ આસપાસ ઉંમર ધરાવતા પ્રમુખ માતાજી ના પગપાળા સગ સાથે જોડાવા થી ગામ ના તમામ લોકો ના ઉત્સાહ માં વધારો થયો હતો આમ વડાલી પાટીદાર સમાજ ના પ્રમુખ ઉમિયા માતાજી ના પગપાળા સંગ સાથે જોડાઈ યુવાનો ને પ્રેરણ આપી છે.આમ પ્રમુખ અને તેમના ધર્મ પત્ની કોદરી બેન અને ગામ ના તમામ ભાઈઓ બહેનો આજે હેમખેમ ઘરે પરત ફર્યા હતા.
રિપોર્ટર..રમેશ પટેલ..વડાલી