કોરોના કેસ વધતા તાબડતોબ વડાલી સિવિલ ની મુલાકાતે..
તાલુકા ભાજપ પ્રમુખ જ્યંતી ભાઈ પટેલ ખાસ હાજર રહ્યા.
વડાલી ઇડર ના ધારાસભ્ય હિતુ ભાઈ કનોડિયા આજ રોજ વડાલી સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા હતા ત્યારે સમગ્ર દેશ અને ગુજરાત માં કોરોના વધતા જાય છે ત્યારે વડાલી તાલુકા માં પણ કોરોના કેસ આવતા ધારાસભ્ય દ્વારા આજે સિવિલ માં જરૂર પડે ઓક્સિજન અને પલંગ સહિત દવા ઓ સહિત ની જાત માહિતી લીધી હતી ત્યારે સિવિલ ના ડોક્ટર એ.કે.ચારણ સાથે બેઠક કરી જરૂરી સલાહ સુચન કરવા માં આવ્યા.આમ વડાલી તાલુકા ના સતર્ક ધારા સભ્ય હિતુ કનોડિયા કોરોના જેવી કપરી બીમારી વડાલી માં અને વડાલી તાલુકા માં જો વકરે તો તેવી પરિસ્થિતિ ને પહોંચી વળવા માટે શું કરી શકાય અને ખૂટતી વિગતો પુરી કરવા સહિત ની આજે ધારાસભ્ય હિતુ કનોડિયા દ્વારા માનવી ને જરૂરી હોસ્પિટલ પુરી સુવિધા મળી રહે અને વડાલી તાલુક ના તમામ નાગરિકો ને સરકારી સિવિલ હોસ્પિટલ માં પૂરતી સગવડો મળે તે જરૂરી છે.આજ ની ધારાસભ્ય ની મુલાકાત વખતે વડાલી તાલુકા ભાજપ પ્રમુખ જે.વી.પટેલ.તથા નગરપાલિકા ના સદસ્ય કે.ડી.પરમાર તથા વિક્રમ સગર તથા નેહા જૈન તથા તાલુકા ભાજપ ના આગેવાનો અને સિવિલ નો સ્ટાફ હાજર રહ્યો હતો.
રિપોર્ટર..રમેશ પટેલ..વડાલી