વડાલી ની ભવાનઢ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો

0
17

વડાલી તાલુકા ની શ્રી ભવાનગઢ પ્રાથમિક શાળા તા.વડાલી જી.સા. કાં માં તા.24/06/2022 ના રોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી કરવામાં આવી.આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે કે.એસ.પરમાર સાહેબ (પ્રિન્સિપાલ સરકારી ?કોમર્સ કોલેજ વડાલી) બિરેન્દ્રસિંહ ભાટી (htat ધરોદ પ્રા.શાળા) પટેલ પારૂલબેન વી.(સી આર સી દાંત્રોલી ) કુંપાવત ભંવરસિંહ આર.(સરપંચશ્રી ) સુતરીયા કિરણભાઈ વી.(એસ.એમ.સી.અધ્યક્ષ ) તથા ગ્રામજનોની ઉપસ્થિતિમાં પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી .

ધોરણ ૧ માં કુલ ૨૧ બાળકોને પ્રવેશ કુમકુમ તિલક તથા સ્કૂલ બેગ આપી કરવામાં આવ્યો હતો.સ્કુલબેગ દાનમાં શ્રી કિરીટસિંહ એ.કુંપાવત તરફથી આપવામાં આવી હતી. ઉપરાંત તિથીભોજન માટે ૧૫૦૦/- કિરણભાઈ (smc અધ્યક્ષ) તરફથી મળ્યા હતા..આમ શાંતિપૂર્વક પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી નો કાર્યક્રમ સમપ્પન થયો.

રિપોર્ટર..રમેશ પટેલ..વડાલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here