વડાલી તાલુકાની પહાડીયોલ પ્રા. શાળામાં સરકારી પ્રતિનિધિ પ્રો.કિશોરસિંહ પરમાર, ઉપેન્દ્રસિંહ ભાટી, પટેલ પારુલબેન ની ઉપસ્થિતિ માં દીપ પ્રાગટય કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી. શાળાના બાળકોએ સુંદર પ્રાર્થના કરી. મહેમાનો નું પુસ્તક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ધોરણ 1 માં પ્રવેશ પામનાર બાળકોને કુમ કુમ તિલક કરી ફુલહાર પહેરાવી. દફતર ની કીટ આપી પ્રવેશ આપ્યો હતો. સાથે સાથે આંગણવાડી ના બાળકો ને કુમ કુમ તિલક કરી પ્રવેશ આપ્યો હતો. દફ્તરની કીટ આપનાર શાંતિભાઈ,મેહુલભાઈ નો આભાર માનવામાં આવ્યો હતો. પ્રથમ આવનાર બાળક ને પુસ્તક ભેટ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.મહેમાનો દ્વારા પ્રાસંગીક પ્રવચન આપ્યું હતું. ગામલોકો ની મોટી સંખ્યા જોઈ સાહેબશ્રી ખૂબ જ ખુશી અનુભવી હતી. છેલ્લે સૌનો આભાર માની કાર્યક્રમ ને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.
રિપોર્ટર..રમેશ પટેલ..વડાલી