વડાલી ના હિંમતપુર ગામ ના પાટીદારો એ ભક્તિ ની શક્તિ થી એકતા નો પરિચય આપ્યો

0
19

હિમતપુર ગામે પાટીદારો દ્વારા વસંત પંચમી ની રાત્રે ઉમિયા માતાજી ની મહા આરતી કરાઈ.

મહા આરતી દ્વારા પાટીદારો ની ભક્તિ ની સાથે એકતા ના દર્શન થયા

સમગ્ર દિવસ દરમ્યાન અલગ અલગ કાર્યક્રમો કરાયા.

ગામ ના મહિલા સરપંચ લીલા બેન પટેલ ની સાથે તેમના પતિ પ્રવીણ ભાઈ પટેલ પણ ખાસ મહા આરતી માં હાજર રહ્યા

વસતપંચમી ના યજ્ઞ સહિત ના કાર્યક્રમો નુઆયોજન ગ્રામજનો દ્વારા કરવા માં આવ્યું હતું..

હિમતપુર ગામ ના તમામ ભાઈઓ બહેનો વડીલો અને યુવાનો સહિત તમામ લોકો મહાઆરતી માં જોડાયા.

હિમતપુર ગામ ના તમામ યુવાનો ખાસ ઉમિયા માતાજી ના રંગે રંગાયેલા જોવા મળ્યા.

વહેલી સવાર થી યજ્ઞ પ્રારંભ કરવા માં આવ્યો.

હિંમતપુર ગામ ના પાટીદારો દ્વારા ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળી.

વડાલી તાલુકા માં વસતા પાટીદારો ની કુળદેવી ઉમિયા માતાજી છે ત્યારે કડવા કુલ માં જન્મેલા પટેલો ની કુળદેવી ઉમિયા માતાજી મહત્વ વધારે છે ત્યારે વસંત પંચમી ના પવિત્ર દિવસે હિમતપુર ગામ ના પાટીદારો દ્વારા આજે વહેલી સવાર થી યજ્ઞ નો પ્રારંભ થયો હતો આજ ના યજ્ઞ માં ગામ ના યજમાન ભાઈઓ બહેનો પૂજા અર્ચના માં જોડાયા હતા ત્યારે યજ્ઞ ની સાથે સાથે વહેલી સવાર થી ઉમિયા માતાજી ના રથ સાથે અને ખાસ ડી.જે.ના તાલે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.હિમતપુર ગામ ના ઉમિયા માતાજી ના મંદિરે થી રથ સાથે ઉમિયા માતાજી ની શોભાયાત્રા નીકળી જેમાં ગામ ના તમામ યુવાનો બાળકો અને બહેનો વડીલો ની સાથે સમગ્ર હિમતપુર ગામ ના ગ્રામજનો મોટી સંખ્યા માં શોભાયાત્રા માં જોડાયા હતા ત્યારે ગામ માં આજ ના વસંત પંચમી ના દિવસે સમગ્ર હિમતપુર ગામ ભારે ભક્તિભાવ થી રગાયેલું જોવા મળ્યું હતું.આજ ના દિવસે યજ્ઞ પૂર્ણ થયા પછી ગામ ના તમામ લોકો માટે મહાપ્રસાદ ની વ્યવસ્થા કરવા માં આવી છે આમ ઉમિયા માતાજી ની કુર્પા સમગ્ર લોકો પર કાયમ બની રહે તેવો ભાવ આજ ના દિવસે વ્યક્ત કરાયો હતો..આજ નું સમગ્ર આયોજન હિમતપુર ગ્રામજનો દ્વારા કરવા માં આવ્યું હતું..

રિપોર્ટર..રમેશ પટેલ..વડાલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here