વડાલી શહેરના રામનગરના રહેણાંક વિસ્તારમાં મકાનો ની આગળ રાખેલા લાકડાંઓના ઢગલાઓમાં આગ લાગતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો ત્યારે વડાલી ફાયર બ્રિગેડએ આગ પર કાબુ મેળવ્યો હતો ત્યારે કોઈ જાનહાનિ થઈ ન હતી.
વડાલી શહેરના રામનગર અને રેલવે સ્ટેશન સામેના વિસ્તારમાં રહેણાંક મકાન આવેલા છે જેમાં મકાનોની આગળ નાના-મોટા લાકડાં ના ઢગલા કરેલા હતા.તેમાં મંગળવારે બપોરના સમયે અચાનક આગ લાગતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો ત્યારે સ્થાનિકો દ્વારા વડાલી નગરપાલિકાને જાણ કરતા ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો ત્યારે ખુલ્લી જગ્યામાં રાખેલા લાકડાં ના ઢગલામાં આગ લાગતા તમામ નાના-મોટા લાકડાં બડી ને રાખ થયા હતા ત્યારે આગ લાગતા સ્થાનિકોની સતર્કતા થી તાત્કાલિક ફાયર બ્રિગેડ ને જાણ કરાતાં આગ પર કાબુ મેળવાયો હતો.
રિપોર્ટર..રમેશ પટેલ..વડાલી