યુવા સરપંચ ની સાથે ગામ ના યુવાનો અને આગેવાનો રહ્યા હાજર.
સતસંગ અને ભજન મંડળ દ્વારા થતી આવક નો સ્મશાન માં સદઉપયોગ કરાયો..
અંતિમ ધામ માં મહાદેવ ની મૂર્તિ ની સ્થાપના કરવા માં આવી.
વડાલી તાલુકાના ભંડવાલ ગામે રાધે કૃષ્ણ ભજન મંડળના યુવાનો દ્વારા સ્મશાનમાં મહાદેવજીની મૂર્તિ પોતાના ભજન મંડળના ફંડ માંથી લાવી મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું જેમાં ભંડવાલ ગ્રામ પંચાયત સરપંચ નરેશભાઈ અને એમની પંચાયત ની ટિમ દ્વારા સ્મશાનગૃહ નું રીનોવેશન કર્યું છે જેમાં તેમજ રાધે કૃષ્ણ ભજન મંડળના યુવાનો દ્વારા મહાદેવની મૂર્તિ લાવી સ્થાપન કર્યું જેમાં સર્વ ગામના વડીલો રાધે કૃષ્ણ ભજન મંડળ ના ભક્તજનો અને ગ્રામજનો હાજર રહી વિધિવત રીતે મહાદેવજીની મૂર્તિનું સ્થાપન કર્યું…આમ સમગ્ર પાટીદાર સમાજ નું યુવા ભજન મંડળ તમામ લોકો માટે દિશા રૂપ છે.આજ નો યુવાન ગામ ના વિકાસ માટે શું કરી શકે અને શું કરી શકાય તે બાબત આ યુવાનો પાસે થી શીખવા જેવી છે.અંતિમ ધામ માં તમામ લોકો મહાદેવજી મૂર્તિ ના દર્શન થાય અને ભગવાન નો ડર રાખી માનવ જીવી શકે તે માટે ભગવાન ની મૂર્તિ લગાવી અને તે આવકાર દાયક છે.આમ આજે તમામ લોકો ની હાજરી માં પૂજા વિધિ કરી મૂર્તિ સ્થાપના કરવા માં આવી..
રિપોર્ટર..રમેશ પટેલ..વડાલી