વડાલી ના નવાચામું સહિત ના ગ્રામજનો ને પાણી વગર શિયાળા માં પણ ગરમી નો અહેસાસ..

0
4

સમગ્ર વડાલી તાલુકા મા કંબોયા સહિત ઘણા ગામો માં પીવા ના પાણી ના પોકાર.

સરકાર દ્વારા શહેર અને ગામેગામ લોકોને જળ એજ જીવન છે જેના થકી પાણીની સુવિધાઓ આપવામાં આવે છે ત્યારે વડાલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની જ્યાં લોકોને પીવાના પાણી માટે વલખાં મારવા પડી રહ્યા છે.
નોંધનીય છે કે થોડાક કિલોમીટરના અંતરે ધરોઈ જળાશય ડેમ આવેલ છે જ્યાંથી આસપાસના વિસ્તારોમાં પાણીની સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. અગાઉ પાણી પુરવઠા વિભાગ દ્વારા ધરોઈ જળાશય ડેમથી લઈ વડાલી શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લાખ્ખો કરોડો રૂપિયા ખર્ચી લોકોને પીવાનું પાણી મળી રહે તે હેતુથી પાણીની પાઈપ લાઈનો નાખવામાં આવી છે અને ગામેગામ પાણીના સંગ્રહ માટે મસમોટા પાણીના ટાંકા અને સંપ બનાવવામાં આવ્યા છે. પરંતુ હાલમાં કેટલાક ગામડાઓમાં પાણીના ટાંકા અને સંપ ખાલી ખમ ભાસી રહ્યા છે.
વડાલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારની પ્રજા પીવાના પાણી માટે પોકાર પાડી રહી છે. હજુ ચોમાસાને ગયે સમય થયો નથી અને ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યાઓ સર્જાઈ રહી છે તો આવનારા દિવસોમાં આ વિસ્તારના ગામડાઓમાં પીવાના પાણી માટે શુ હાલત થશે ? ગ્રામ્ય વિસ્તારોમાં પડતી પાણીની સમસ્યાને લઈ ઉચ્ચ કક્ષાએથી તપાસ હાથ ધરી ધરોઈ જળાશયનું પીવાનું પાણી ક્યાં વેડફાઈ રહ્યું છે તેની યોગ્ય તપાસ હાથ ધરવામાં આવેતો મસમોટો પાણીનો ઘેરવલ્લે વેપલો સામે આવે તેમ લાગી રહ્યું છે.
નવાચામું ગામના યુવા આગેવાન અંકિતભાઈ બારોટ દ્વારા જણાવવામાં આવ્યું કે ગામની અંદર છેલ્લા કેટલાય સમયથી ધરોઈના પીવાના પાણી માટે લોકો પોકાર પાડી રહ્યા છે પરંતુ પાણી પુરવઠા વિભાગના જવાબદારો પોતાની મનમાની ચલાવી ચાર થી પાંચ દિવસ સુધી પાણી આપવામાં આવતું નથી.
નવાચામું ગામના વિણાબેન બારોટ દ્વારા જણાવવામાં આવ્યું કે ગામમાં ગણા સમયથી ધરોઈના પીવાના પાણી માટે લોકોને વલખાં મારવા પડી રહ્યા છે અને વારંવાર આ બાબતે રજુઆત કરવા છતાં પાણી પુરવઠા વિભાગના જવાબદારોના પેટનું પાણી પણ હલતું નથી અને ચાર ચાર દિવસ સુધી પીવાનું પાણી ન મળતા ગામની પ્રજા પીવાના પાણી માટે તરસે મળી રહી છે .

રિપોર્ટર..રમેશ પટેલ..વડાલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here