વડાલી ઇડર ના ધારાસભ્ય હિતુ કનોડિયા અને તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા સરપંચો નું સન્માન કરાયું.
વડાલી ના શ્રી જયંતિભાઈ વિરચંદભાઈ પટેલ (વડાલી તાલુકા ભાજપ પ્રમુખ)ના ઓની આગેવાનીમાં ધામડી આશ્રમ વડાલી ખાતે તાજેતરમાં નવીન ચૂંટાયેલ ૨૫ ગ્રામ પંચાયતોના સરપંચો નો સન્માન સમારોહ યોજવામાં આવેલ.આ કાર્યક્રમ શ્રી હીતુભાઈ કનોડિયા (ઇડર વડાલી ધારાસભ્ય),શ્રી બાબુભાઈ ખાટ (વડાલી તાલુકા પંચાયત પ્રમુખ), શ્રીમતી રાધાબેન સોથા (૨૬- નાદરી જિલ્લા પંચાયત સદસ્ય),શ્રી હરિસિંહ ભાટી(પૂર્વ વડાલી તાલુકા ભાજપ પ્રમુખ),શ્રી તખતસિંહજી હડિયોલ (પૂર્વ સાબરકાંઠા જિલ્લા મહામંત્રી), તેમજ નવીન ચૂંટાયેલ સરપંચો, પક્ષના હોદ્દેદારો સહિત ૬૦ થી ૭૦ લોકો હાજર રહેલ.સદર કાર્યક્રમ માં નવીન ચૂંટાયેલ વડાલી તાલુકાના તમામ સરપંચોને શ્રી હીતુભાઈ કનોડિયા (ઇડર વડાલી ધારાસભ્ય) તેમજ શ્રી જયંતીભાઈ વીરચંદભાઈ પટેલ (વડાલી તાલુકા ભાજપ પ્રમુખ) નાઓ દ્વારા શુભેચ્છા પત્રો આપી, શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ.
રિપોર્ટર..રમેશ પટેલ..વડાલી