વડાલી તાલુકા ના વડાલી શહેર ના
ડો. કે. આર. શ્રોફ ફાઉન્ડેશન દ્વારા કડીયાદરા રામાબાઈ પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન અંગ્રેજી જ્ઞાન ગોષ્ઠી સેમિનાર નું આયોજન કરાયું હતું. જેમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારની માહિતી અને અવનવા પ્રયોગો વિશે જાણકારી આપવામાં આવી હતી. જેમાં મુખ્ય મહેમાન પટેલ રઘુભાઈ દેસાઈ જે.એન દેસાઈ પ્રેમલભાઈ દરજી કમલેશભાઈ, રમેશભાઈ ચેનવા, શાળાના આચાર્ય રઘુભાઈ પટેલ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
રિપોર્ટર..રમેશ પટેલ..વડાલી