વડાલી ના કેશરગંજ ગામના મંદિરે વરુણદેવ ને રીઝવવા મેઘયજ્ઞ કરાયો

0
11

વરસાદ ખેંચાતા ખેતીપાકો નિષ્ફળ જવા ની ભીતિ ને મેઘ યજ્ઞ કરાયો

ગામ ના યજમાનો પૂજા અર્ચના અને હોમ હવન વિધિ માં જોડાયા

વડાલી તાલુકામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી બની જવા પામી છે.જો ખેતીલાયક વરસાદ નહીં પડે તો ખેતીના પાક નિષ્ફળ જવાની શક્યતા સેવાઈ રહી છે ત્યારે મેઘરાજા ને વરસાદી હેત વરસાવવા માટે ઠેર-ઠેર પ્રાર્થના, સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરાઈ રહ્યું છે ત્યારે વડાલી તાલુકામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બની ગયા છે.જૂન મહિનો પૂર્ણ થવાના આરે છે અને બાદમાં જુલાઈ મહિનાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે છતાં વડાલી તાલુકામાં વિધિવત ચોમાસાનો પ્રારંભ ન થતા જાણે મેઘરાજા રિસાયા હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે વડાલી તાલુકાના ખેડૂતો ની પરિસ્થિતિ કફોડી બની છે આવા સંજોગોમાં ગ્રામજનો પરમકૃપાળુ પરમાત્માના શરણે જઈ મેઘરાજા ને રીઝવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે વડાલી તાલુકાના કેસરગંજ ગામે આવેલા માતાજી મંદિર પરિસરમાં વરુણદેવને રીઝવવા મેઘયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે આ મેઘયજ્ઞ કરાયો હતો.આ યજ્ઞમાં મેઘરાજા ને મનાવવા ગ્રામજનોએ પણ ઉપસ્થિત રહી પૂજા-અર્ચના કરી હતી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને સારો એવો વરસાદ વરસે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

રિપોર્ટર..રમેશ પટેલ… વડાલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here