વડાલી ના કુબાધરોલ ગામ માં ભગવા ધ્વજારોહણ કરાયું..

0
10

ડી.જે.ના તાલે શોભાયાત્રા સાથે સમગ્ર ગામ માં જય શ્રી રામ ના નારા લાગ્યા..

આજ રોજ કુબાધરોલ ગામ મા વિશ્વ હિન્દુ પરિષદ તથા બંજરઞ દર દ્વારા હીન્દુ રાષ્ટ્રીય પ્રતીક માનવામાં આવતા એવા ભગવા ધ્વજ ફરકાવ્યો નું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ગામ ના રોહિત ભાઈ સંજયભાઈ વિશાલ ભાઈ અનીલ ભાઈ સંજયભાઈ દિવ્યેશ ભાઈ નિલેશ ભાઈ જે વા યુવાનો દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતુ જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે વડાલી તાલુકાના વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકર્તા અને કુબાધરોલ ગામ ના આગેવાનો અને બહેનો અને યુવાનો ખાસ હાજર રહ્યા હતા.ગામ ના પ્રવેશ દ્વાર માં ઉંચાઈ પર ભગવા ધ્વજ નું આરોહણ કરવા માં આવ્યું હતું.હિન્દૂ સમાજ કાયમ સંગઠિત રહે અને હિન્દૂ એકતા જળવાય તેવા શુભ હેતુ થી વડાલી શહેર પછી આજે કુબાધરોલ ગામ માં ભગવા ધ્વજ નું આરોહણ કરવા માં આવી.વડાલી તાલુકા પાટીદાર સમાજ નું કુબાધરોલ ગામ માં સર્વ સમાજ ના ભાઈઓ બહેનો રહે છે ત્યારે જાતિ ના ભેદદુર કરી હિન્દૂ એકતા જળવાય તેવા શુભ હેતુ સાથે ગામ ના ધ્વજ નું આરોહણ કરવા માં આવ્યું હતું.

રિપોર્ટર..રમેશ પટેલ..વડાલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here