ગંદકી ની સમસ્યાને લઈ રહીશો હેરાન પરેશાન..
નગરપાલિકા ના કારોબારી અધ્યક્ષે કામ તો કર્યું પરંતુ તેજ વોર્ડ ની અન્ય સમસ્યા બાકી.
નગરપાલિકા સત્તાધીશો તાત્કાલિક આ બાબતે નિરીક્ષણ કરી નિકાલ લાવે તે જરૂરી.
વડાલી નગરપાલિકા વોર્ડ નંબર 1 માં ગંદકીનું સામ્રાજ્ય. પ્રજાપતિ ફળી દરજી ફરી તેમજ મોચી ફળી તરફ જતા રોડ ઉપર પાણી ઉભરાતા આખો રોડ ઉપર પાણી આવી જાય છે વડાલી નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને વારંવાર રજૂઆત કરવા છતાં આજ સુધી નિકાલ થયેલ નથી વડાલી નગરપાલિકાના ખુલ્લા ગટરના ઢાંકણા હોવાથી અકસ્માત થઈ જાનહાનિનો પણ પ્રશ્ન ઉભો થયો છે વડાલી પ્રજાપતિ દરજી તેમજ મોચી જ્ઞાતિની મહિલાઓ દ્વારા પાંચ વખત લેખિતમાં જાણ કરવા છતાંય તેમજ મહિલા મોરચા દ્વારા હલ્લાબોલ કાર્યક્રમ રાખવા છતાં ચીફ ઓફિસર સાહેબ એ આજ સુધી કોઈ પણ પગલા ભરેલ નથી આથી સત્વરે આનો નિકાલ આવે તેવી ચીફ ઓફિસર ને લોકો વિનંતી કરી રહ્યા છે કે તાત્કાલિક આ વિસ્તાર ની મુલાકાત કરી સમસ્યા નો નિકાલ લાવે તેવી લોક મોગ ઉઠી છે..બે દિવસ પહેલા એક બાઈક ચાલક ખુલ્લી ગટર માં ફસાયો હતો.
રિપોર્ટર..રમેશ પટેલ..વડાલી