મતદાર યાદી સુધારણા કાર્યકમ માં લોકો ભાગ લેવા અનુરોધ કરતા બે યુવા સદસ્યો..
વડાલી સહિત ગુજરાત ભર માં તબબકા વાર મતદાર યાદી માં સુધારણા નવીન નામ નોંધવા સહિત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે વડાલી શહેર માં મતદાન યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત આજે વડાલી શહેર ના અલગ અલગ વિસ્તારો માં બી.એલ
ઓ.દ્વારા કામગીરી થઈ રહી છે ત્યારે વડાલી નગરપાલિકા વિસ્તાર માં પણ કામગીરી થઈ રહી છે જેમાં વડાલી નગરપાલિકા ના જાગૃત સદસ્યો એમાં ખાસ કરી ને કે.ડી.પરમાર તથા વિક્રમ સગર આ બે સદસ્યો એ અલગ અલગ વિસ્તારો માં જાતે જઈ ને જે લોકો ને મતદાન યાદી માં નામ નોંધાવવા અને નવીન નામ ઉમેરવાનું હોય તેવા તમામ લોકો ને સમજાવી અને જાગૃત કરી ને મતદાન સુધારણા કેન્દ્ર સુધી લાવી ઉત્તમ કામગીરી કરાઈ રહી છે ત્યારે લોકસેવક તરીકે શહેરીજનો માટે સારા કામ કરવા તે સારી બાબત છે.
રિપોર્ટર..રમેશ પટેલ..વડાલી