વડાલી નગરપાલિકા ના ચીફ ઓફિસર ની બદલી ચર્ચા નો વિષય બની.

0
13

ચીફ ઓફિસર પોતાના આગવા નિર્ણયો માટે જાણતી હતા

ચીફ ઓફિસર ની બદલી થી કહી ખુશી કહી ગમ ના દ્રશ્યો.

નગરપાલિકા ના સદસ્યો અને કર્મચારીઓ દ્વારા ચીફ ઓફિસર ને સન્માન સાથે બદલી ની શુભેચ્છઓ પાઠવી.

સોશિયલ મીડિયા માં બદલી માટે ની રજુઆત નો પત્ર થયો વાયરલ.

વડાલી નગરપાલિકા ચીફ ઓફિસર ની બદલી ની અરજી કરનાર અધિકારી ની વિદાય વેળાએ ફુલહાર કરતા ચર્ચાનો વિષય બન્યો.

વડાલી નગરપાલિકામાં બદલી નો પત્ર લખનાર નગર પાલિકા ના પ્રમુખે ચીફ ઓફિસર ની વિદાય સમયે ફુલહાર કર્યા હતા ત્યારે અવાર નવાર યોગ્ય કામગીરી ન થવા ના આક્ષેપ કરનાર ખુદ નગરપાલિકા ના પ્રમુખ સ્વાગત કરતા નજરે પડયા

વડાલી નગરપાલિકા પ્રમુખ દ્વારા ૨૪ ડિસેમ્બર ના રોજ ચીફ ઓફિસર ની બદલી કરવા ગાંધીનગર રિજનલ કમિશનરને અરજી કરી હતી. જે અનુસંધાને સી. ઓ. ની બદલી થતા પાલિકા દ્વારા સન્માન સમારંભ કરતા પાલિકાની બેવડી નિતિ જોતા નગરવાસી ઓ કુતુહલ સર્જાયું હતું.
બાનવની વિગતે જોતા વડાલી ભાજપ શાશિત નગરપાલિકામાં છ માસ અગાઉ ચીફ ઓફિસર તરીકે અમિત પંડ્યા એ ચાર્જ સંભાળ્યો હતો. તે દરમિયાન પાલિકાના પ્રમુખ હંસા સગર અને કોર્પોરેટરોમાં અસંતોષ ના કારણે ગાંધીનગર રિજનલ કમિશનરને ચીફ ઓફિસરની બદલી કરવા અરજી કરાઇ હતી. જ્યારે વિદાય વેળાએ ચીફ ઓફિસરની બદલી કરવાનો પત્ર લખનાર પાલિકા પ્રમુખ અને કોર્પોરેટરો દ્વારા ફૂલહાર અને શાલ ઓઢાડી સન્માન કરી સમારોહનું આયોજન કરતા નગરપાલિકા પ્રમુખ ની
આ બેવડી નિતી જોતા નગરવાસીઓ માં ચર્ચાનો વિષય બન્યો હતો. લોખ મુખે ચર્ચા ચાલી હતી કે પોતાના કામ ને લઈ સી.ઓ.અમિત પંડ્યા સિદ્ધાંતવાદી વલણ દાખવતા હતા. જેને લઇ નગરપાલિકા ના નેતાઓ પોતાની મરજી મુજબ કામ કઢાવી શકતા ન હોય અધિકારી ની બદલી કરાવવાં અરજીઓ કરાઈ હતી.કાર્યક્રમ પૂર્ણ થયા બાદ નગરપાલિકા ના પ્રમુખ દ્વારા બદલી ની માંગણી કરેલ અરજી સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ હતી. વડાલી નગર જનોએ એક સાચા સિદ્ધાંતવાદી અધિકારી ને ગુમાવ્યો છે. જેનો અફસોસ વ્યક્ત કર્યો હતો.આજ ચીફ ઓફિસર ના સમયે જ વડાલી નગરપાલિકા ની ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપ ને નગરપાલિકા ની સતા મળી હતી.

રિપોર્ટર..રમેશ પટેલ..વડાલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here