વડાલી પાટીદાર સમાજ ના ભામાશા જે.વી.પટેલ દ્વારા દીપ પ્રાગટય કરી મહોત્સવ ખુલો મુકાયો..
સાબરડેરી ના ચેરમેન શામળ ભાઈ પટેલ ખાસ હાજર રહ્યા.
સાબરકાંઠા જિલ્લા ના વડાલી તાલુકા પાટીદાર સમાજ દ્વારા ૨૪ મો સમૂહ લગ્ન કાર્યક્રમ સોશિયલ ડિસ્ટન્સ માસ્ક ફરજીયાત જમણવાર..પ્રમુખ દ્વારા દીપ પ્રાગટય કરાયો હતો જેમાં વડાલી ના જેતપુર સમાજવાડી માં 21 નવ દંપતી એ પ્રભુતા માં પગલાં પાડ્યા હતા અને જેવો ને આશીર્વાદ આપવા માટે સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પાટીદાર સમાજ હમેશા આગવી પહેલ કરી સમાજને સંગઠિત કરવાનું અને ભગીરથ કાર્યો કરવાનું હમેશા પાટીદાર સમાજ ના આગેવાનો અને યુવાનો બીડું જડપ્યુ છે. અને આજે ૨૧ દંપતી પ્રભુતામા પગલાં પાડી રહ્યા હતા ત્યારે પાટીદાર સમાજ ના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આશીર્વચન આપ્યા હતા.અને દાતાશ્રીઓ દ્વારા કન્યાદાન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત પાટીદાર સમાજ પ્રમુખ જે.વી.પટેલ અને સાબરડેરી ના ચેરમેન શામળ ભાઈ પટેલ તથા જિલ્લા પંચાયત સદસ્ય કાંતિ ભાઈ પટેલ માર્કેટયાર્ડ ના ચેરમેન વિજય ભાઈ પટેલ તથા પાંચ લાખ નું દાન આપનાર દાતા સહિત સામાજિક આગેવાન શકર ભાઈ પટેલ તથા તાલુકા સગ ના ચેરમેન પ્રવીણ ભાઈ પટેલ તથા સમાજ ના આગેવાનો ની હાજરી માં સમૂહલગ્ન સમપ્પન થયુ..વડાલી આરોગ્ય ખાતા દ્વારા તમામ લોકો નું ચેકિંગ કરાયું હતું ત્યારે ટ્રાફિક વ્યવસ્થા સહિત તમામ કમિતિઓ દ્વારા સુંદર વ્યવસ્થા કરવા માં આવી હતી..સતત 24 વર્ષ થી સફળ સમૂહલગ્ન કરી તમામ સમજો ને નવી દિશા આપી છે..
અહેવાલ.રમેશ પટેલ. વડાલી