વડાલી તાલુકા ના નાગરીકોને કોવિડ વેક્સિનેશનનો પ્રિકોશન ડોઝ આપવાનો શુભારંભ કરવામાં આવ્યો

0
11

વડાલી તાલુકા માં બુસ્ટાર ડોઝ આપવા ની શરૂઆત થઈ.

સાબરકાંઠા જિલ્લામાં કોવિડ વેક્સિનેશનનો પ્રિકોશન ડોઝ- અભિયાનનો શુભારંભ જિલ્લા સહિત તાલુકામાં કરવામાં આવ્યો હતો. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તા.૧પ જુલાઇથી ૭પ દિવસ સુધી ૧૮ થી પ૯ વર્ષની વયના લોકોને કોવિડ વેક્સિનેશનનો પ્રિકોશન ડોઝ વિનામૂલ્યે આપવાની શરૂઆત કરવામાં આવી છે ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ’’ અંતર્ગત તમામ સરકારી રસીકરણ કેન્દ્રો પર તા. ૧પમી જુલાઇ, ર૦રરથી ૭પ દિવસ સુધી આ સુવિધા ઉપલબ્ધ રહેશે. એટલું જ નહિં, ૧૮-પ૯ વર્ષની વયજુથના અને બીજા રસીના ૬ મહિના પૂર્ણ થઇ ગયા હોય તેવા લોકો જ આ પ્રિકોશન ડોઝ માટે એલીજીબલ ગણાશે ત્યારે તાલુકાના THO ડૉ. રાજેશ પટેલના જણાવ્યા મુજબ વડાલી તાલુકામાં ૧૦ જેટલા કેન્દ્રો સાંજના ૪ વાગ્યા સુધીમાં ૨૭૫ નાગરીકોને કોવિડ વેક્સિનેશનનો પ્રિકોશન ડોઝ અપવામાં આવ્યો છે.

રિપોર્ટર…રમેશ પટેલ..વડાલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here