144 ના ભંગ બદલ ગુનો નોંધવા માંગ કરવા માં આવી..
તાલુકા કોંગ્રેસ ના આગેવાનો હાજર રહ્યા.
સાબરકાંઠા જિલ્લા ના વડાલી કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ૮ મી જાન્યુઆરી ૨૦૨૨ ને શનિવાર ના રોજ વડાલી પોલીસ સબ ઇન્સપેક્ટર સાહેબ ને વડાલી કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર આપી ધારદાર રજુઆત કરવામાં આવી છે, જેમાં વડાલી કોંગ્રેસપક્ષના આગેવાનો દ્વારા આવેદન માં સ્પષ્ટ માગ કરવામાં આવી છે કે વડાલી મુકામે સ્વામિવિવેકાનંદ ચોકમાં તા.7-1-2022 ને શુકવાર ના રોજ સોનીયા ગાંધી અને રાહુલ ગાંધી અસંખ્ય કાર્યકર્તાઓ ધ્વારા ભેગા મળી પુતળાદહનનો કાર્યક્રમ કરેલ છે , જેનો પ્રેસ મીડીયા ના માધ્યમમાં થઇ છે.તો યોગ્ય માગણીઓ સાથે આજે આવેદન આપી રજુઆત કરવામાં આવી છે . કે સાબરકાંઠા જીલ્લા મેજીસ્ટેટ સાહેબશ્રી ના વખતો વખત પ્રસિધ્ધ થતા જાહેરનામાનો સરેઆમ ભગં કરી કલમ -૧૪૪ નો સરેઆમ ભંગ થયેલ છે.તો ફોટોગ્રાફમાં દેખાતા વિડીયોમાં દેખાતા લોકો સામે કાયદાની ભંગની કલમ -૧૮૮ મુજબ ગુનો નોધવા વડાલી પોલીસ સબ ઈન્સ્પેક્ટર ને આવેદન આપી માગ કરાઈ છે, .વર્તમાન સમયમાં કોરોના મહામારી ચાલી રહી છે.અને ત્રીજી લહેરની સંભવીતતા હોઈ સજ્યસરકારની વર્તમાન એ કોપીનો ઉલગન થઈ રહ્યું છે . તો સરકાર તરફે આપ ફરીયાદી બની ફરીયાદ કરી કાયદેસરની કાર્યવાહી કરવા યોગ્ય રજૂઆત કરવામાં આવી છે . અને લોકશાહીમાં કાયદો તમામ ને લાગુ પડે છે . આમ રાજકીય કિનાખોરી રાખ્યા શીવાય તમામ કાર્યક્રમ માં હાજર કાર્યકરો ઉપર ગુનો દાખલ કરવા ની ચીમકી ઉચારી છે જો જરૂરી પગલાં નહીં લેવાય તો કોંગ્રેસ સમિતિ વડાલી દ્વારા ગાંધી સીધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચારી છે .આવેદન આપતી વખતે કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ બાબુભાઇ પટેલ, અજીત સિંહ રાઠોડ, રાજુભાઇ પટેલ અને કાર્યકરો હાજર રહ્યા હતા,
અહેવાલ:-રમેશ પટેલ ..વડાલી