સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાની વેડા પ્રાથમિક શાળામાં આજે પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમા મહેમાનો કંકુ તિલક કરી સ્વાગત કરવામા આવ્યું આજનો કાર્યક્રમ માં ઉપસ્થિત અને જેમના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો તેવા ડૉ .નરેશભાઇ પટેલ પ્રિન્સિપાલ આર્ટસ કોલેજ વડાલી ,દિનેશભાઇ પરમાર આચાર્ય શાળા નંબર -1 અને મિતેશભાઇ પટેલ C.R.C કો,ઓડીનેટર ,આચાર્ય જીતુંભાઇ નાયક અને ભાજપ અગ્રણી લાલસિંહજી અને શાળા smc અધ્યક્ષ જયરામભાઇ ની ઉપસ્થિતિમાં સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ શરૂ કરાયો હતો ,શાળા પરિવાર દ્વારા પધારેલા તમામ મહેમાનો નું પુષ્પ ગૂંજ અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું ત્યાર બાદ પ્રથમ બીજો નંબર અને ત્રીજો નંબર લાવનાર બાળકો નું સન્માન કરાયું ત્યાર બાદ ધોરણ:-1માં પ્રવેશ લેનાર બાળકો ને કંકુ તિલક કરી સ્કૂલ બેંક આપી પ્રવેશ આપવામાં આવ્યો અને ગામના વડીલ નું સન્માન કરાયું અને ત્યાર બાદ મુખ્ય મહેમાન દ્વારા કાર્યક્રમ ને લય સરળતા થી સમજણ આપી અને બાળક ડ્રોપઆઉટ ના થાય્ તે માટે વાલીઓ તકેદારી રાખવી અને કાર્યક્રમ ના અંતે વુક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો
અને ત્યાર પછી શાળા smc સમિતિ ના સભ્યો અને અધ્યક્ષ સાથે બેઠક ત્યાર બાદ શાળા પરિવાર વતી કાર્યક્રમ ની આભાર વિધિ કરવામાં આવી અને કાર્યક્રમ પૂર્ણ જાહેર કરાયો હતો અને અંતમાં બાળકો તિથિ ભોજન આપવામાં આવ્યું જેમાં ઉપસ્થિત ગામના સરપંચ અને તાલુકા પંચાયત સદસ્ય. આંગણવાડી કાર્યકર તેમજ ગામના યુવાનો વડીલો અને મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ,,
અહેવાલ :-રમેશ પટેલ ,વડાલી