વડાલી તાલુકાના મોરડ પાસે વહેલી સવારે મગફળી ભરેલું ટ્રેક્ટર વોઘાના કોઝવે ના પુલિયા ઉપરથી નીચે ખાબકતા અફરાતફરી સર્જાઇ હતી.

0
11

વડાલી તાલુકાના મોરડ ના વિરસંગભાઈ કોદરભાઈ પટેલ મગફળી ટ્રેક્ટરમાં ભરીને માર્કેટમાં વેચવા મોરડ થી વડાલી તરફ આવી રહ્યા હતા તે દરમિયાન મોરડ પાસે વોઘાના પુલ પરથી ટ્રેક્ટર અચાનક નીચે ખાબકતા ટ્રેક્ટર ભરેલી મગફળી પાણીમાં વહેવા લાગી હતી. જેથી ખેડૂતને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. લોકો મગફળી લેવા દોડી આવ્યા હતા. ઘટના ને પગલે સદનસીબે જાનહાની ટળી હતી અને ક્રેનની મદદથી ટ્રેક્ટરને બહાર કાઢવામાં આવ્યું હતું.

પ્રેસ રિપોર્ટર..રમેશ પટેલ..વડાલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here