વડાલી કોંગ્રેસ પાર્ટી દ્વારા મામલતદાર ને આવેદન પત્ર,આપ્યું,

0
11

સાબરકાંઠા જિલ્લા ના વડાલી કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે વડાલી મામલતદાર ને આવેદન પત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવા સારુ રજુઆત કરવામાં આવી જેમાં સ્પષ્ટ માગ કરાઈ છે કે કોંગ્રેસ પક્ષના આગેવાનો દ્વારા મામલતદાર ને રજુઆત કરાઈ છે કે તારીખ -૭-૧-૨૦૨૨ને શુક્રવાર ના રોજ વડાલી વિવેકાનંદચોક ભારતીય જનતા પાર્ટીના અસંખ્ય કાર્ય કર્તાઓ દ્વારા સોનીયા ગાંધી અને રાહુલ ગાંધીનાપુતળા દહન કાર્યક્રમમાં અસંખ્ય લોકો એકત્રીત થયેલા અને જાહેર રસ્તાપર અડચણો ઉભી કરી રસ્તોબંધ કરી કાર્યક્રમ કરેલો જેની આપની કચેરી ધ્વારા કોઈ પૂર્વ મંજુરી મેળવેલ નથી.જેથી અને સાબરકાંઠા ડિસ્ટીક મેજીસ્ટેટ અને કલેક્ટર સાબરકાંઠાશ્રી ના વખતો વખતના જાહેર નામાઓ સરેઆમ ઉલ્લંઘન કરેલ છે.આ બાબતે વડાલી પોલીસ સ્ટેશન ધ્વારા કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં નીશફળ નીવડેલ છે.અને જાહેર નામાની કલમ ૧૪૪ નો સરેઆમ ભંગ કરેલ છે.તો જાહેર નામાનાં ભંગ બદલ ગુનાહીત કૃત્ય કરેલ હોઇ તેમની સામે કાયદાની કલમ ૧૮૮ મુજબ ગુનો નોંધવો.જરૂરી આદેશો કરવા અને યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી હતી, અને સાથે સાથે કોંગ્રેસ પાર્ટી દ્વારા જો યોગ્ય ન્યાય નહીં મળે તો ગાંધી સીધ્યા માર્ગ આંદોલન કરવાની ચીમકી ઉચારી છે આમ મામલતદાર સાહેબ ને આવેદન આપતી વખતે પાર્ટી ના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા,

અહેવાલ: રમેશ પટેલ ( વડાલી )

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here