આજ ના ઉત્તરાયણ પર્વે વહેલી સવાર થી જ વડાલી પંથકમાં લોકો ધાબા પર પતંગ ઉડાવવા માટે ચડ્યા હતા ત્યારે થોડાક કલાક પતંગ રસિયાઓ પવનની મંદ ગતિને કારણે નિરાશ થયા હતા તેમજ પવનની વારંવાર બદલાતી દિશાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.તેમજ વડાલી પંથકમાં પતંગ ઉડાવવા નાના નાના ભૂલકાંઓ પણ આવી તકને કેમ કરીને ચુકે તેઓએ પણ પોતાના પરિવાર સાથે પતંગ ઉડાડવાની ઉડી રે ઉડી રે પતંગના ગીત ના તાલે પતંગ ઉડાવીને અનેરી મજા માણી હતી. ઉત્તરાયણ પર્વ ટાણે ઊંધિયું,જલેબી,ફાફડા,કચોરી,ચોરાફળી, તલના લાડું, ચીકી સહિત અનેક વિવિધ વાનગીઓ આરોગીને ઉત્તરાયણ પર્વની મજા માણી હતી. નાના થી મોટા બાળકો સહિત ટોપી,ગોગલ્સ,પીપુડી અને સંગીતમય વાતાવરણમાં એય કાપ્યો,કપાયો,છોડીમેલ સહિતની કીકીયારીઓથી પતંગો ચગાવ્યા હતા અને આ ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરી હતી.
રિપોર્ટર..રમેશ પટેલ..વડાલી