વડગામ શ્રી યુ એચ ચૌધરી આર્ટસ કોલેજ ખાતે 73 મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ નું સન્માન કરવામાં આવ્યું

0
7

તાલુકા મથક વડગામ તાલુકા માં આવેલ શ્રી યુ.એચ.ચૌધરી આર્ટસ કોલેજમાં ૭૩ મા પ્રજાસત્તાક દિનની ઉજવણી Ncc અને NSS તેમજ કોલેજના વિધ્યાર્થીઓની હાજરીમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો.ત્યારે વડગામ તાલુકા આંજણા કેળવણી મંડળના તેમજ કોલેજના પ્રમુખ રામજીભાઈ પટેલ,મંત્રી ફલજીભાઈ ભટોળ,સહમંત્રી અભુભાઈ અને કોલેજના પ્રિન્સિપાલ ડૉ.એલ.વી.ગોળ તેમજ કોમર્સ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડી બી જગાણીયા તથા સર્વે સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા. ઉપરાંત કોલેજના વિદ્યાર્થી લય દર્શનબેન જગતાપ લોન ટેનિસ સ્પર્ધામાં સમગ્ર પાટણ યુનિવર્સિટીમાં પ્રથમ તેમજ કેતન જોશી સ્પોર્ટ ફોટોગ્રાફીમાં યુવક મહોત્સવમાં પ્રથમ આવતા શ્રી વડગામ તાલુકા આંજણા કેળવણી મંડળના તેમજ કોલેજના મંડળ ના વરદ હસ્તે આ બંને વિદ્યાર્થીઓની વિશેષ સિદ્ધિ માટે પુરસ્કાર રૂપે ફી માફ કરવાની રકમનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો. કોલેજ ધ્વારા દર વર્ષે આવી વિશેષ સિધ્ધિ મેળવતા વિધ્યાર્થીઓને પ્રોત્સાહનરૂપે તેમજ અન્ય વિધ્યાર્થીઓને પ્રેરણા મળે એ હેતુથી પ્રોત્સાહન પુરસ્કાર આપવામાં આવે છે. આ બંને વિદ્યાર્થીઓ આગામી સમયમાં પાટણ યુનિવર્સિટીનું વેસ્ટ ઝોન અને રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે.મંડળ પરિવાર તેમજ કોલેજ પરિવાર આ બંને વિદ્યાર્થીઓને આગામી સમય શ્રેષ્ઠ પ્રદર્શન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

રીપોર્ટ,, અબ્બાસ મીર વડગામ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here