દેશ અને રાજ્ય માં કોવિડ -19 અંતર્ગત કોરોના વાઈરસ જેવી મહામારી થી લોકો નુ આરોગ્ય જળવાય અને સુખાકારી રહે તે માટે સરકાર શ્રી દ્વારા કોરોના રસી આપવામાં આવે છે ત્યારે વડગામ તાલુકા બ્લોક હેલ્થ ઓફીસર પ્રકાશભાઈ ચૌધરી ના માર્ગ દર્શન હેઠળ વડગામ આરોગ્ય વિભાગ ના અધિકારી શ્રી ઓ દ્વારા વડગામ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ જવાનો અને હોમ ગાર્ડ જવાનો તેમજ જી આર ડી ના જવાનો ને કોરોના રસીકરણ કરવામાં આવેલ જેમાં વડગામ પોલીસ સ્ટેશન ના જવાનો અને હોમ ગાર્ડ અને જી આર ડી જવાનો એ અગાઉ બે ડોઝ લીધા હોય ત્યારે વડગામ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા ત્રીજો બુસ્ટર ડોઝ આશરે 129 જવાનો ને કોરોના રસી આપવામાં આવી હતી અને રાજ્ય માં ત્રીજી લહેર જાંતાં વડગામ આરોગ્ય વિભાગ દ્વારા જાગતિ અભિયાન અંતર્ગત કોરોના રસીકરણ કરવામાં આવી રહ્યું છે તે સરાહનીય છે
રીપોર્ટ,,, અબ્બાસ મીર વડગામ