વડગામ તાલુકાના લીંબોઈ ખાતે આવેલ
રાજપૂત કેળવણી સહાયક મંડળ સંચાલિત શ્રી સરસ્વતી આર્ટ્સ કોમર્સ સાયન્સ કોલેજ ખાતે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે યુવા દિન નિમિત્તે સ્વામી વિવેકાનંદના જીવન વિશે વકૃત્વ સ્પર્ધા રાખવામાં આવી જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને કોલેજના પ્રાધ્યાપક યોગેશભાઈ, સંજયભાઈ કુમારી, નેહલબેન કુમારી,સેજલ બેને સ્વામી વિવેકાનંદ વિશે પ્રાસંગિક પ્રવચનો કરી વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી. કોલેજના ડાયરેક્ટર અને આચાર્ય ડૉ. નસીમ બેન પઠાણે યુવાનોને રાષ્ટ્ર અને સમાજ માટે આગળ આવી સ્વામી વિવેકાનંદે સૂચવેલા માર્ગ પર ચાલવા પ્રેરણાત્મક પ્રવચન આપ્યું પ્રથમ ત્રણ ક્રમે આવનાર વિદ્યાર્થીઓને કોલેજ તરફથી પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કોલેજના પ્રાધ્યાપિકા બેન કું. ટ્વિંકલ બેને કર્યું હતું.
રીપોર્ટ,, અબ્બાસ મીર