વડગામ તાલુકાના મગરવાડા ગામે આવેલ એક ખેતરમાં કાંટાવાળી તાર ની વાડમાં એક મોરના બચ્ચાંની તારમાં પાંખ ફસાઈ ગયેલ હતીત્યારે મોરનુ બચ્ચું છૂટવા માટે તરફડિયા મારતું હોવાથી ત્યાંથી પસાર થઈ રહેલ ગણેશભાઈ રામાભાઈ ચૌહાણ જે ડીસા ખાતેથી નિવૃત પોલીસ કર્મચારી એ.એસ.આઇ.હોયત્યારે તેમની નજર અચાનક મોરના ફસાયેલા બચ્ચાં પર નજર પડતા તેમણે મોરના બચ્ચાંને કાંટાળી વાડ માંથી બહાર કાઢી ને મોર ના બચ્ચાનો આબાદ જીવ બચાવી તેને બાજુના ખેતરમાં છોડી મૂકવામાં આવ્યું હતું આપણુ રાષ્ટ્રીય પક્ષી મોરનાં બચ્ચાનો જીવ બચાવી ને એક રાષ્ટ્રીય પક્ષી મોર હોય ત્યારે રાષ્ટ્ર પ્રત્યે ની ભાવના અને જીવજતું અને પશુ પક્ષી પ્રત્યે જીવદયા ધરાવતા જીવદયા પ્રેમી નિવુત પોલીસ કર્મચારી શ્રી ગણેશભાઈ આર ચોહાણ દ્વારા જીવદયા પ્રેમીની જવાબદારી નિભાવી તે સરાહનીય છે અને કાબિલે તારીફ છે .
રીપોર્ટ,,, અબ્બાસ મીર વડગામ