વડગામ તાલુકાના પાંચડા ખાતે ગુજરાત પ્રદેશ ભાજપા અનુસૂચિત જાતિ મોરચા આમંત્રિત કારોબારી સદસ્ય અને બનાસકાંઠા જીલ્લા પંચાયત સદસ્ય શ્રી અશ્વિનભાઈ સકસેનાના અધ્યક્ષસ્થાને ઈ શ્રમિક કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ભાજપા બક્ષીપંચ મોરચા આમંત્રિત કારોબારી સદસ્ય શ્રી મુકેશભાઈ દરજી, વડગામ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન શ્રી વીરાભાઇ વણઝારા, કૈલાશ માનસરોવર મુક્તિ આંદોલન સમિતિના બનાસકાંઠા જીલ્લા ઉપાધ્યક્ષ શ્રી મેઘાજી ઠાકોર, સરપંચ શ્રી પીતામ્બરભાઈ પરમાર, એસ. કે. ફાઉન્ડેશનના ચેરમેન શ્રી એસ. કે. રાઠોડ, ઠાકોર સમાજના આગેવાન શ્રી માનજીજી ઠાકોર, ડાહ્યાજી ઠાકોર, ઘેમરજી ઠાકોર, કાંતિજી ઠાકોર, રમેશભાઈ પરમાર, નટુભાઈ વણકર, બાબુજી ઠાકોર, આશા વર્કર ગીતાબેન પરમાર વગેરે ઉપસ્થિત રહયા હતા. શાબ્દિક સ્વાગત એસ. કે. ફાઉન્ડેશનના ચેરમેન શ્રી એસ. કે. રાઠોડ઼ે કર્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન સરદારજી ઠાકોર, અશોકભાઈ દેવીપૂજક એ કર્યું હતું, પ્રાસંગિક ઉદબોધન શ્રી અશ્વિનભાઈ સકસેના, શ્રી મુકેશભાઈ દરજી, શ્રી વીરાભાઇ વણઝારા, શ્રી એસ. કે. રાઠોડ વગેરે મંચષ્ઠ મહાનુભાવોએ સરકારની યોજનાઓની માહિતી આપી હતી અને લાભો લેવા અનુરોધ કર્યો હતો. આભારવિધિ આશા વર્કર ગીતાબેન પરમારએ કર્યું હતું. કાર્યક્રમનું આયોજન એસ કે ફાઉન્ડેશન ચેરમેન શ્રી એસ કે રાઠૉડે કર્યું હતું.