વડગામ તાલુકાના ધોરી ગામ ના સીમાડે આવેલ ટુંડેશ્વર ગુરૂ મહારાજ ના પર્વત ઉપર એક વર્ષ થી અનુષ્ઠાન કરતા જગદીશગિરી બાપુ એક વર્ષ સુધી ટેક રાખીને ટુંડેશ્વર મહારાજ ના પર્વત ઉપર અનુષ્ઠાન નુ એક વર્ષ પુર્ણ થતાં સમગ્ર ધોરી ગામના જાગીરદાર દરબારો દ્વારા તારીખ 6-12-2021 ને સોમવાર નારોજ ટુંડેશ્વર ગુરૂ મહારાજ ના પર્વત ઉપર અનુષ્ઠાન કરતા જગદીશગિરી બાપુને કુચાવાડા થી પધારેલ તેમના ગુરૂજી મહેશગિરી બાપુ અને રાજસ્થાન થી પધારેલ શિવનાથ બાપુ તેમજ સાગોસણા થી પધારેલ ગિરનારી બાપજી ની ઉપ સ્થિતિ માં વાજતે ગાજતે બગી સાથે ભવ્ય સામૈયુ કરીને શોભાયાત્રા સમગ્ર ધોરી ગામ માં ફરીને ધોરી ગામે આવેલ રામેશ્વર મહાદેવ ના મંદિર ખાતે પહોચી ને સમગ્ર ધોરી ગામની ધર્મ પ્રેમી જનતા એ જગદીશગિરી બાપુ તેમજ પધારેલ સાધુસંતો ના દર્શન કરી ને ધન્યતા અનુભવી હતી અને સમગ્ર ધોરી ગામમાં સુખ શાંન્તી અને સમૃધ્ધિ થાય તેવી પાર્થના કરી હતી અને સૌ ધર્મ પ્રેમી જનતા એ જય ગિરનારી ના ધોષ સાથે સમુહ ભોજન પ્રશાદ લઇ ધન્યતા અનુભવી હતી
રીપોર્ટ,,, અબ્બાસ મીર વડગામ