વડગામ તાલુકાના ઘોતા -શકલાણા ગામે આવેલ શ્રી સમુબેન વિધા મંદિર ખાતે ધોતા ગામના વતની અને શિક્ષણ પ્રહરી અને મહેતા સમુબેન વિધા મંદિર આધ સ્થાપક શ્રી નરસંગભાઈ બેચરભાઈ પટેલ તેમજ માસ્તરના હુલામણા નામથી જાણીતા એવા શિક્ષણ પ્રેમી તારીખ 27-8-2021 ને શુક્રવાર નારોજ સ્વર્ગે સિધાવતા ધોતા -સકલાણા ગામે આવેલ શ્રી સમુબેન વિધા મંદિર ના કુશળ વહીવટ કર્તા અને ઉતમ વ્યકતિત્વ અને શિક્ષણ પ્રહરી નરસંગભાઈ પટેલ ના નિધન થી ધોતા -સકલાણ,, વરણાવાડા,, રામપુરા -લક્ષ્મીપુરા અને કરશનપુરા ,,હસનપુર ગામો ની જનતા એ દુખ ની લાગણી વ્યક્ત કરી હતી જેમાં શ્રી સમુબેન વિધા મંદિર ખાતે શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાયેલ જેમાં શ્રી સમુબેન વિધાલય ના પુર્વ આચાર્ય શ્રી ઓ તેમજ પૂર્વ શિક્ષક શ્રી ઓ અને દરેક ગામની જનતા અને વિધાર્થી ઓ અને સ્વર્ગસ્થ નરસંગભાઈ પટેલ ના પરીવાર જનો ઉપ સ્થિત રહીને શ્રધ્ધાંજલિ પાઠવી હતી
અને શ્રી સમુબેન વિધા મંદિર ના પ્રમુખ શ્રી ઓખાભાઈ એસ પટેલ,, ઉપ પ્રમુખ શ્રી ડોહજીભાઈ પટેલ મંત્રી શ્રી લક્ષ્મણસિહ વાઘેલા અને શ્રી સમુબેન વિધા મંદિર ના આચાર્ય શ્રી ધવલભાઈ દવે અને કોરોબારી સભ્ય શ્રી ઓ દ્વારા સ્વર્ગસ્થ નરસંગભાઈ પટેલ ના પરીવાર જનો ને શ્રધ્ધાંજલિ ચિન્હ આપી ને શ્રધ્ધાંજલિ પાઠવવા માં આવેલ અને તેમના પરીવાર જનો ને દુખ ની ઘડી માં દુખ સહન કરવાની પરમાત્મા શક્તિ આપે અને શ્રી સમુબેન વિધા મંદિર ખાતે શ્રધ્ધાંજલિ કાર્યક્રમ માં આવેલ સૌ લોકો એ સ્વર્ગસ્થ નરસંગભાઈ પટેલ ઉર્ફે માસ્તર સાહેબ ને શ્રધ્ધાંજલિ અર્પી હતી અને તેમના પરીવાર જનો ને સાંત્વના પાઠવી હતી.
રીપોર્ટ,,, અબ્બાસ મીર વડગામ