વડગામ તાલુકાના ડાલવાણા ગામની ગ્રામ પંચાયતની બોડી સમરસ થઈ હતી જેને લઇ ગામમાં ખુશીનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો જ્યારે વડગામ તાલુકામાં હાલ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી ના માહોલ માં ભરશિયાળે ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે વડગામ તાલુકાના ડાલવાણા ગામના દરેક સમાજના યુવાનો એક જૂથ થયા હતા અને ગામોમાં લોકોની એકતા જળવાઈ રહે અને સુખ-શાંતિ રહે તે માટે ગામના યુવાનોએ પ્રયાસ કર્યો હતો જેમાં ગ્રામ પંચાયત ની બોડી સમરસ થઇ હતી અને ગામના યુવાનોની મહેનત રંગ લાવી હતી અને આખરે ડાલવાણા ગામ પંચાયત ના સરપંચ પિંકાબા રાજેન્દ્રસિંહ રાજપૂત અને સભ્યો સાથેની બિન હરીફ પેનલ માટેનો સફળ પ્રયાસ કર્યો હતો. અને જેમની મહેનત રંગ લાવી હતી વડગામ . તાલુકાના કેટલાક ગામો બિન હરીફ થયા હતા જેમાં માલોસણા ડાલવાણા, ભાંગફોડિયા કરશનપુરા નળાસર ધારેવાડા કબીરપુરા સહીત ની ગ્રામ પંચાયતો સમરસ બની
રીપોર્ટ,, અબ્બાસ મીર વડગામ