300 ના કોલેજોના 700 વિદ્યાર્થી ઓએભાગ લીધો હતો જેમાં કોલેજ અને ગામનું નામ રોશન કર્યું
વડગામ આવેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ પાટણ યુનિવર્સિટી ખાતે યોજાયેલ બત્રીસમાં યુથ ફેસ્ટિવલમાં 300 કોલેજના 700 કરતા વધુ વિદ્યાર્થી ઓએ ભાગ લીધો હતો જેમો સ્પોર્ટ ફોટોગ્રાફીમાં વિદ્યાર્થી એ પ્રથમ નંબર અને માઇમ માં 6 છોકરીઓએ બીજો નંબર મેળવી કોલેજનું નામ રોશન કર્યું હતું. જેને લઇ કોલેજના મંડળ અને પ્રિન્સિપાલ વિદ્યાર્થીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી.
પાટણ યુનિવર્સિટી ખાતે ૩૨મો યુથ ફેસ્ટિવલ યોજાયો હતો જેમાં ઉત્તર ગુજરાતની 300 કોલેજના 700 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ ફેસ્ટિવલમાં વિવિધ પ્રકારની ૨૫ જેટલી ઇવેન્ટ(વિવિધ રમત) રાખવામાં આવી હતી જેમો વડગામની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની 10 વિધાર્થીની ઓ એ અને બે વિધાર્થીઓ એ ભાગ લીધો હતો જેમાં સ્પોર્ટ ફોટોગ્રાફીમાં ૩૨ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં વડગામ કોલેજ નો વિદ્યાર્થી કેતન ભાઈ જોશી નાની ગીડાસણ ગામના વિદ્યાર્થીએ પહેલો નંબર મેળવ્યો હતો. જ્યારે માઈમ નામની ઇવેન્ટમાં 6 વિધાર્થીનીઓ એ બીજો નંબર મેળવ્યો હતો. જેને કોલેજના પ્રિન્સિપાલ લક્ષ્મણભાઈ ગોળ, કોલેજના પ્રોફેસર મોનાલી બેન પુરોહિત, અને વિપુલ ભાઈ જોશી સહિત સ્ટાફ અને કોલેજના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
બોક્સ – માઈમ માં કઈ વિદ્યાર્થીનીઓએ એ ભાગ લીધો
1 – નાઈ દર્શની બેન જે. મેમદપુર
2 – પરમાર ઉર્વશીબેન જે. જુનીનગરી
3 – પરમાર વનીતાબેન જે. જુનીનગરી
4 – મન્સૂરી સુજાન બેન રજ્જત ભાઈ. પાંચડા
5 – મન્સૂરી આશિયા બેન પરવેઝ ભાઈ .છાપી
6 – પરમાર રિંકલ બેન વસંતભાઈ. વડગામ
અગાઉ પણ પાટણ ફેસ્ટિવલ માં મિમિક્રી માં મન્સૂરી સુજાન બેન એ બીજો નંબર મેળવ્યો હતો અને કોલેજનું નામ રોશન કર્યું.
રીપોર્ટ,,, અબ્બાસ મીર વડગામ