પંકજ પંડિત
તાલુકો : ઝાલોદ
જિલ્લો : દાહોદ
જિ.પં પ્રમુખ શીતલબેન વાઘેલાના અધ્યક્ષ સ્થાને રથનું શુભારંભ કરવામાં આવ્યું
ગુજરાત સરકાની સફળતાના ૨૦ વર્ષની ગાથા રજૂ કરતું રથ આજરોજ રાજપુર અને ધાવડીયા મુકામે આવી પહોંચ્યું હતું, ત્યાં જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા દ્વારા રથ ને કંકુ તિલક તેમજ નારિયેળ ફોડી રથનું સ્વાગત કર્યું હતું.
ગુજરાત સરકારની વિભિન્ન યોજનાની સચોટ માહિતી આપવા માટે વિકાસ યાત્રા રથ પુરા ગુજરાતમાં પરિભ્રમણ કરી રહ્યું છે. તે અન્વયે આ રથ દ્વારા લોકોને ગુજરાત સરકારની યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી. વધુમાં વધુ લોકો જાગૃત થાય અને સરકારી યોજનાઓનો લાભ મોટા પ્રમાણમાં લાભ લે તે માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા.લોકો ને યોજનાઓનો લાભ ક્યાથી કેવી રીતે લેવો તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.આવનાર દિવસોમાં ગુજરાત સરકાર દરેક નાગરિક માટે ચોક્કસ સંકલ્પ લઇ આવી રહી છે તેવો વિશ્વાસ જનતાને બતાવવામાં આવ્યો હતો.
વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ દ્વારા નવી નવી યોજના લોકો સમજી શકે તે માટે નાટકીય પ્રોગ્રામ દ્વારા પણ લોકોને જાગૃત કરવામાં આવ્યા. વંદે ગુજરાત રથનું સ્વાગત કરવા મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ અવસરે લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોની સહાય અર્પણ કરવામાં આવી.
આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.પાંડે, પશુપાલન અધિકારી, ,ટી.પી.ઓ , શાળા ના આચાર્ય , તાલુકા પ્રમુખ રમસુભાઈ ભાભોર , વરિષ્ઠ આગેવાન બી.ડી.વાઘેલા (IPS),સરપંચ ટીનુંભાઈ, સરપંચ શુક્રમભાઈ, તાલુકા સભ્ય દિનેશભાઈ, વનિતાબેન, માજી જિ. સભ્ય ભૂરસિંગભાઈ સંગઠનના હોદ્દેદારશ્રીઓ, ચૂંટાયેલ સભ્યો, અધિકારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.