તસવીર: એહવાલ -દિપક આહીર
ભચાઉ તાલુકાના લુણવા ગામની સામાન્ય બેઠક મતે ચૂંટણી યોજાઈ હતી સરપંચ તરીકે ભુરાભાઇ રવાભાઈ છાંગા ને 71 મતથી વિજેતા જાહેર થયા હતા. તો તેમની સામેના સરપંચ પદના હરીફ ઉમેદવાર શામજીભાઈ દેવકારણ ને હારનું સામનો કરવો પડ્યો હતો. સરપંચ તરીકે જીતેલા ભુરાભાઇ છાંગા ને કુલ 435મત મળ્યા હતા. તો શામજીભાઈ વરચંદ ને 354 મત મળ્યા હતા.
લુણવા ગ્રામ પંચાયત ની સામાન્ય ચૂંટણીમાં વોડ ની વાત કરવામાં આવે તો જીતેલા સભ્યો મા વોડ નંબર. 2 મા સારુબેન સામત કોલી ને 64 મત મળ્યા હતા.અને 33 મત થી વિજેતા થયા હતા. તેમની સામે લસુંબેન સામજી કોલી ને 31 મત મળ્યા હતા. તો વોડ નંબર 5. ગીતાબેન રમેશ વારોત્રા ને 89મત મળ્યા હતા. અને 60મતથી વિજેતા થયા હતા. તેમની સામે લખીબેન ભીમા વરચંદ ને 29 મત મળ્યા હતા.જયારે વોડ નંબર7 માં રાજેશ રણછોડ વરચંદ 13 મતથી વિજેતા જાહેર થયા હતા. તેમની સામે ના સભ્ય ગોપાલભાઈ અરજણ છાંગા ને 54 મત મળ્યા હતા. અગાઉ કુલ 5 સભ્યો બિનહરીફ જાહેર થયા હતા.તેમાં વોડ નંબર 1મા સંગીતાબેન નારણ વરચંદ. વોડ નંબર 3મા દેવલબેન પબા રબારી. વોડ નંબર 4મા કરસન કરણા રબારી. વોડ નંબર 6મા મોહન દેવકરણ છાંગા.વોડ નંબર 8મા પરમાબેન વેલા વાઘેલા. બિનહરીફ જાહેર થયેલા હતા.
લુણવા ગ્રામ પંચાયત ની ચૂંટણીમાં લોકશાહી પર્વ તરીકે યોજાઈ હતી. હાર જીત ભૂલી ને ચૂંટણી લડવી જોઈએ તેવો શ્રેઠ દાખલો આપ્યો હતો. લુણવા ગામના સરપંચ તરીકે જીતેલા ભુરાભાઇ છાંગા અને શામજીભાઈ વરચંદ દ્વારા બને સાથે મળી ચૂંટણી બાદ ગામના રાધાકૃષ્ણ મંદિરે. લુણવા ગ્રામજનો સાથે બેસી ચા પાણી પીધા હતા અને જણાવ્યું હતું કે હાર જીત ચાલ્યા કરે અમે ક્યારે કોઈ મનદુખ નઈ રાખીયે અને લુણવા ગામનું વિકાસ જેવો કે રોડ રસ્તા શિક્ષણ આરોગ્ય લક્ષી સુવિધા ગામને વધુ સારી રીતે મળે તેમજ લોકોને સરકાર ની સુખાકારી યોજના નું લાભ મળે તેવું જણાવ્યું હતો. સરપંચ તરીકે જીતેલા ભુરાભાઇ છાંગા એ ગ્રામજનો ને વિકાસ નું કોલ આપ્યો હતો અને જણાવ્યો હતો કે ગામે ત્યારે લોકો કોલ કરે હું લોકોના કામ કરવા હંમેશા તત્પર રહીશ. લુણવા ગ્રામ પંચાયત મા જીતેલા સરપંચ અને તમામ સભ્યો નુ લુણવા ગામ ના આગેવાનો તેમજ સમસ્ત ગામ દ્વારા ફુલહાર થી સન્માન કરવામાં આવ્યો હતો.