રેતી નું વહન કરી દોડતા 9 ડમ્પરો અને ટબૉ ડિટેન કરતી પાટણ એ ડિવિઝન પોલીસ..

0
8

ડિટેન કરાયેલા વાહનો સામે કલમ 207 મુજબ ગુનો નોંધી આરટીઓ માં દંડની રકમ ભરપાઈ કરાવી..

પાટણ તા.16
પાટણ પંથકમાં ખાનગી ડમ્પરો, ટબૉ અને ટ્રેક્ટર ચાલકો દ્વારા પોતાના વાહનો દ્વારા ગેર કાયદેસર રીતે રેતી નું ખનન કરાતું હોવાની બાબતને લઈને અવારનવાર ખાણ ખનીજ વિભાગ દ્વારા હાઈવે પર વોચ ગોઠવી આવા અન અધીકૃત રીતે રેતી નું ખનન કરતા વાહન ચાલકોને ઝડપી લઇ તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતાં હોય છે ત્યારે તાજેતરમાં જિલ્લા પ્રશાસન દ્વારા ભારે વાહનો સહિત રેતી ભરીને દોડતા ડમ્પરો,ટબૉ જેવા વાહનો દ્વારા અવાર નવાર સર્જાતા અકસ્માતો અને ટ્રાફિક ની ઉદભવતી સમસ્યા ને ધ્યાનમાં રાખીને ભારે વાહનો ને હાઈવે પર નાં માગૅ પરથી પસાર થવા અમુક સમય જ નક્કી કરવામાં આવ્યો છે જેને લઇને ડમ્પરો અને ટબૉ માં રેતી નું વહન કરતાં ચાલકો દ્વારા શહેરના ઈન્ટરિયલ માગૅનો સહારો
લઈ પોતાના વાહનો મારફતે રેતી નું વહન કરતાં હોય છે જેનાં કારણે આવા ઈન્ટરિયલ અને રહેણાંક વિસ્તારનાં માગૅ પરથી રાત્રી નાં સમયે રેતી ભરીને દોડતા ડમ્પરો અને ટબૉ ચાલકો દ્વારા અકસ્માતની સંભાવના પ્રબળ બનતાં આવાં માગૅ પરના રહેણાક વિસ્તાર નાં રહિશો દ્વારા અવાર નવાર તંત્ર સમક્ષ રજુઆત કરવામાં આવતા ગતરોજ પાટણ એ ડિવિઝન પોલીસ દ્વારા શહેરના કાલીકા માતા નાં મંદિર તરફ નાં માગૅ પરથી રાત્રી નાં સુમારે રેતી ભરીને દોડતા 9 જેટલા ડમ્પરો અને ટબૉ ડિટેન કરી પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતાં ડમ્પરો અને ટબૉ નાં ચાલક સહિત તેનાં માલિકો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો તો પાટણ એ ડિવિઝન પોલીસ દ્વારા ઝડપાયેલા ડમ્પરો અને ટબૉ ચાલકો સામે કલમ 207 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતાં વાહન ચાલકો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો જોકે કલમ 207 મુજબ વાહન ચાલકો એ આરટીઓ માં દંડની રકમ ભરપાઈ કરી તેની પાકી પહોંચ એ ડિવિઝન પોલીસ માં રજુ કરી પોતાનાં વાહનો છોડાવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

બોકસ..
પાટણ એ ડિવિઝન પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવેલ 9 ડમ્પરો અને ટબૉ..

પાટણ એ ડિવિઝન પોલીસ દ્વારા શુક્રવારની રાત્રે પોતાના હદ વિસ્તારના માગૅ પરથી રેતી ભરીને દોડતા 9 જેટલા ડમ્પરો અને ટબૉ ડિટેન કરવામાં આવ્યા હતા જેમાં
1,GJ-18 BF-4634,
2,GJ-24 X-2843, 3,GJ-01FT-7553,,
4,GJ-24X-1895, 5,GJ-24X-2335, 6,GJ-24X-1930, 7,GJ-24X-1514,, 8,GJ-02XX-7355, 9,GJ-24x-3187 નો સમાવેશ થતો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here