ખેડા જિલ્લાના ગલતેશ્વર તાલુકાના રૂસ્તમપુરા પંચાયત ખાતે તા.૨૪/૧૦/૨૧ ના રોજ દિવ્યાંગ સેવા ટ્રસ્ટ દ્વારા જાગૃતિ સિબીર નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દિવ્યાંગ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી સર્જનભાઈ બારીઆ, રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટી ના પ્રમુખ શ્રી બાબુભાઈ ખાટ, પનછીભાઈ વણઝારા તેમજ અન્ય મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. જેમા દિવ્યાંગ સેવા ટ્રસ્ટ નાં પ્રમુખ શ્રી સર્જનભાઈ બારીઆ એ દિવ્યાંગો ની જે પડતર માગણીઓ છે તેને અનુલક્ષીને વાત કરી હતી. સર્જનભાઈ બારીયા એમ પણ જણાવ્યું હતું કે હુ કોઈ પણ દિવ્યાંગ હોય એને કોઈ તકલીફ હોય તો એને હૂ પુરી સેવા કરીશ એમ જણાવવામાં આવ્યું હતું.
રીપોર્ટ:- મુનિન્દ્ર પટેલ