પરમ પૂજ્ય શિવાનંદજી મહારાજ સમગ્ર સાધુ સમાજ ના ભિષ્મ પિતામાહ છે : સંતો
1925 માં આર એસ એસ ની સ્થાપના સમયે ડો.હેડગેવાર સાથે ના ૧૧ યુવાનો પૈકી નાં એક યુવાન એટલે શિવાનંદ બાપુ..
ભારત ને હિન્દુ રાષ્ટ્ર બનાવવા હિન્દુત્વની ભાવનાને ઉજાગર કરીએ : શિવાનંદ બાપુ..
પાટણ તા.૯
શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરી રેલવે ડિપાર્ટમેન્ટમાં ઉચ્ચ હોદ્દા પર ની ફરજ છોડી માત્ર ને માત્ર હિન્દુત્વ ના કાર્યને પોતાનો જીવનમંત્ર બનાવી અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજી નું મંદિર નિર્માણ થાય અને પાટણ પંથકના મુજપુરના લોટેશ્વર મંદિરના જીણોદ્ધાર સંકલ્પને પરિપૂર્ણ કરવા દેશના વિર સપૂત સુભાષચંદ્ર બોઝ સાથે આઝાદ હિંદ ફોજમાં કામ કરનાર અને વર્ષ 1925માં ડો.હેડગેવાર દ્વારા કરવામાં આવેલ આર એસ એસ ની સ્થાપના વખતે અગીયાર યુવાનો પૈકીના એક યુવાન તેમજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સંત સમિતિ માં સ્થાન મેળવી અયોધ્યામાં બાબરી ઢાંચો તોડવામાં અગ્રેસર રહેલા ઉત્તર ગુજરાતની ધર્મારણ્ય ભૂમિ ઉપર મુજપુર ગામે આશ્રમ બનાવી વર્ષોથી સાદગીપૂર્ણ રીતે હિન્દુત્વની ભાવનાને ઉજાગર કરી રહેલા રાષ્ટ્રીય સંત પરમ પૂજ્ય શ્રી શિવાનંદ સરસ્વતી મહારાજ ના ૧૦૧ વષૅ ની ઉજવણી નાં ઉપલક્ષ્યમા જન્મ શતાબ્દી મહોત્સવ પાટણ શહેરના સિદ્ધિ સરોવર સ્થિત શ્રી બાળા બહુચર માતાના મંદિર પરિસર ખાતે રવિવારના શુભ દિને સંતો-મહંતો અને વિશાળ હિન્દુ સમુદાયની ઉપસ્થિતિમાં ઉજવવામાં આવ્યો હતો.
રાષ્ટ્રીય સંત પરમ પૂજ્ય શ્રી શિવાનંદ બાપુ ના જન્મ શતાબ્દી પ્રસંગે આયોજિત કરાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તપોવન આશ્રમ મોઢેરાના મહામંડલેશ્વર શ્રી અવધ કિશોરદાસજી, અવધેશ આશ્રમ ખોરસમના પરમ પૂજ્ય સંત શ્રી રામગીરી મહારાજ અને ચવેલી રામ અખાડાના પરમ પૂજ્ય મહંત શ્રી 1008 ગુરુ બળદેવ
દાસજી ગુરુ સુંદર દાસજી સહિતના સંતો-મહંતોએ ઉપસ્થિત રહી પરમ પૂજ્ય શિવાનંદજી મહારાજ ના
દીર્ધાઆયુષ્યની કામના સાથે જણાવ્યું હતું કે પરમ પૂજ્ય રાષ્ટ્રીય સંત શ્રી શિવાનંદ મહારાજ સાધુ સમાજના ભીષ્મ પિતામા છે. તેઓ દ્વારા પોતાની તમામ જીવનની મોહ માયા છોડી ફક્ત અને ફક્ત હિંદૂ રાષ્ટ્ર નુંજ ચિંતન કરી ગુજરાત સહિત સમગ્ર ભારતભરમાં હિન્દુત્વનો માહોલ ઉભો કર્યો છે તેવા પ્રખર હિંન્દુવાદી અને રાષ્ટ્રીય સંત શ્રી શિવાનંદ સરસ્વતી ના જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણીને સરાહનીય લેખાવી બાપુના આશીર્વાદ હંમેશા પ્રાપ્ત થતા રહે તેવી આશા સાથે તેઓના જન્મ શતાબ્દી મહોત્સવ પ્રસંગે મંગલ કામના કરી હતી.
પાટણ ખાતે શ્રી બાળા બહુચર માતાજીના સાનિધ્યમાં આયોજિત કરાયેલા પરમ પૂજ્ય શિવાનંદ બાપુ ના જન્મ શતાબ્દી મહોત્સવ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો કિર્તીભાઈ મહેતા, નીતિનભાઈ વ્યાસ, દિપકભાઈ જોષી, લાભશંકરભાઇ રાજગોર, નવીનભાઈ પટેલ, ચંડીદાનજી, આશિષ મોદી, જયેશ દરજી, વિનોદભાઈ પ્રજાપતિ સહિત વિશાળ સંખ્યામાં હિન્દુત્વની ભાવના ધરાવતા હિન્દુવાદી આગેવાનો, યુવાનો અને કાર્યકરો સહિત વિશાળ સંખ્યામાં પરમ પૂજ્ય શિવાનંદજી મહારાજ નો ભક્ત સમુદાયે ઉપસ્થિત રહી પરમ પૂજ્ય શિવાનંદજી મહારાજ નાં જીવનની મંગલ કામના સાથે તેઓ ના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.
આ પ્રસંગે આશીર્વચન પાઠવતા પરમ પૂજ્ય રાષ્ટ્રીય સંત શ્રી શિવાનંદજી મહારાજે ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા હિન્દુત્વની ભાવનાને ઉજાગર કરવા આહવાન કરી પોતાના આશીર્વાદ પાઠવ્યા હતા.
આ પ્રસંગે રાષ્ટ્રીય સંત શ્રી શિવાનંદજી મહારાજ ની ડીસા ચોખાવાલા પરિવાર દ્વારા શાકરતુલા કરી બાપુ ને ધરવખરી નો સામાન અને રોકડ પુરસ્કારથી વિવિધ સમાજ સંગઠનો દ્વારા નવાજવામાં આવ્યા હતા.
પ્રસંગને સફળ બનાવવા રાષ્ટ્રીય સંત શ્રી શિવાનંદજી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવ સમિતિ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
રીપોટર. કમલેશ પટેલ. પાટણ