સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના રામપુર (વાસણા) ખાતે ખાંટ પરિવાર દ્વારા સધી માતાજી પાટોત્સવ યોજાયો,હતો તારીખ:-૦૩/૦૪/૨૦૨૨ ને રવિવાર ના રોજ સવારે ૯:૩૦ કલાકે ભગવાન ની કથા વિધિ થી શુભ શરૂઆત કરવામાં આવી હતી અને માતાજી ની ખાંટ પરિવાર દ્વારા સધી માતાજી ની પૂજા અર્ચના કરવામાં આવી થાળ, ધજા વિધિ અને સાંજના ૫:૦૦ કલાકે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું અને રાત્રે ૯:૦૦ કલાકે રામદેવ ચોક ખાતે ભજન ડાયરા નું આયોજન કરવામાં આવ્યું ત્યાર બાદ મહા આરતી ચૈત્ર સુદ બીજ રામદેવ પીર મહરાજ ની થાળ વિધિ ત્યાર બાદ કાર્યક્રમ માં ઉપસ્થિત કલાકાર અને મહેમાન શ્રી તાલુકા પંચાયત ના પ્રમુખ બાબુજી ખાંટ અને ગામના સરપંચ ગણપતજી ઠાકોર તેમજ સમાજ ના અગ્રણી સોમાજી ઠાકોર,મહાકાળી નવરાત્રી મંડળ ના ગોપાલજી ઠાકોર અને રામદેવ મંડળ ના રણછોડજી ઠાકોર ,જય અંબે સાઉન્ડ વડાલી મુકેશ રાઠોડ અને વિષ્ણુ સગર નું સન્માન ભારતીય પરમપરાગત રીતે ભુવાજી કડવાજી રાજુજી દ્વારા કરવામાં આવ્યું હતું આજના શુભ પ્રસંગે ગામની ઠાકોર સમાજ અને સગર સમાજ ની તમામ દીકરીઓ ને આમંત્રિત કરવામાં આવી હતી અને કાર્યક્રમ નું તમામ આયોજન ખાંટ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું જેનું સંચાલન કિરણ ખાંટ અને રાજુજી ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું અને ઉત્સાહ સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો,
રિપોર્ટ: રમેશ પટેલ (વડાલી)