રામટેકરી વિસ્તારમાં રહેતી એક મહિલાને જમવા બાબતે ઝગડો કરી જીવલેણ હુમલો કરતા ૨ વિરુદ્ધ ફરિયાદ નોધાઇ

0
5

ઇડરના રામટેકરી વિસ્તારમાં રહેતી એક મહિલાને તેના પતિ વિનોદભાઇ કિશોરભાઇ વાઘેલા એ જમવા બાબતે ઝગડો કરી એકદમ ઉશ્કેરાઇ જઇ બીભત્સ ગાળો બોલી તેની પત્ની ને ગડદાપાટુનો માર મારતા સાસુએ પકડી રાખી વિનોદભાઇ વાઘેલાએ તેની પત્ની ને ઘરમાં પડેલ લોખંડનો પંખો છાતીમા મારી દઇ જોર જોરથી ફેટોથી બંને આખો ઉપર તથા મોઢાના ભાગે માર મારતા લોહી નીકળતા મહિલાએ મારમાથી બચવા માટે કોશીશ કરતા તેની સાસુએ મહિલાને ધક્કો મારી જમીન ઉપર પાડી દઇ તેના પતીએ હાથમા લોખંડ નો એક છરો લઇ તેની પત્ની ને માથાના ભાગે મારી મહિલા ઘરની બહાર જવાની કોશીશ કરતા તેના પતીએ પગે છરો મારતા મહિલા ઘસડાઇને દરવાજા નજીક આરોપી પતીએ ફરીથી છરો ગળાના ભાગે મારવા જતા મહિલા નીચે નમી ગયેલ અને છરો ડાબા કાન ઉપર ત્રણ ચાર વખત મારી દઇ તેમજ શરીર ઉપર તથા મોઢાના ભાગે જોર જોરથી લાતો મારી ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી જીવલેણ હુમલો કરી લોહિ લુહાણ હાલતમાં ઘરમાં પુરી દેતા બે વિરુદ્ધ લખુબેન રાજુભાઇ વાઘેલાએ આજરોજ ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here