રાજ્ય સરકાર નાં સહકાર મંત્રી સૌ પ્રથમ વખત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પધારતા સ્વાગત સન્માન કરાયું…

0
4

જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો એ સહકાર મંત્રી ને ખેસ અને શાલ થી સન્માનિત કરી આવકાર્યા..

પાટણ તા.૮
રાજ્ય સરકારના સહકાર મંત્રી અને પાટણ જિલ્લાના પ્રભારી મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માજી શનિવારના રોજ પ્રથમવાર પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પધારતા તેઓનું પાટણ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત સન્માન કરી આવકારવા માં આવ્યા હતા.
પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રથમ વખત પધારેલ રાજય સરકારનાં સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માજી નું પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડો.દશરથજી ઠાકોર, પાટણ સાંસદ ભરતસિંહ ડાભી,સંગઠન પ્રભારી ગોવિંદભાઈ પટેલ સહિત જિલ્લાની ટીમ દ્વારા પાટી નો ખેશ અને શાલ ઓઠાડી અભિવાદન કરવામાં આવ્યું હતું.
રાજ્ય સરકાર નાં સહકાર મંત્રી એ પાટણ જિલ્લા ભાજપ ની કાયૅ પ્રણાલી ને સરાહનીય લેખાવી આભાર વ્યક્ત કર્યો હતો.
રાજ્ય સરકાર નાં સહકાર મંત્રી નાં અભિવાદન પ્રસંગે પાટણ જિલ્લાના પૂર્વ સંગઠન પ્રભારી અને પ્રદેશ બક્ષીપંચ મોરચાના મહામંત્રી મયંકભાઇ નાયક સહિત પાટણ જિલ્લા ભાજપ નાં આગેવાનો,કાયૅકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હોવાનું પાટણ જિલ્લા ભાજપ મિડિયા કન્વીનર જયેશભાઈ દરજીએ જણાવ્યું હતું.
રીપોટર. કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here