સરપ્રતાપ હાઇસ્કુલ નું ગૌરવ
ગુજરાત રાજ્ય કક્ષાની સબ જુનિયર અને કેડેટ એસોસિએશનની જુડો સ્પર્ધા મહેસાણા ખાતે યોજાઇ હતી. જેમા ઇડર ની સર પ્રતાપ હાઇસ્કુલ ના ડી.એલ.એસ.એસ ના ખેલાડી કલ્પેશ એન.ખરાડી એ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. જે બદલ નેશનલ કક્ષાએ ચંડીગઢ ખાતે ભાગ લેવા જવા મળશે. તેમજ ફકીર કામિલ એસ. ને સિલ્વર મેડલ, મકવાણા અનુજ એન. ને બ્રોંન્જ મેડલ પ્રાત કર્યો હતો. જે તમામ ખેલાડીઓને તથા જુડો રમતના ટ્રેનર રફીક લુહારને સરપ્રતાપ હાઈસ્કૂલ ના પ્રમુખ જે.ટી.ચૌહાણ, દુષ્યંતભાઇ પંડ્યા, મંત્રી એમ.આર.પટેલ, ઇડર પ્રજાકીય વિધોત્તેજક સમિતિના કારોબારી સભ્યો , આચાર્ય પિયુષ દવે સહિત સરપ્રતાપ હાઇસ્કુલ શાળા પરિવાર ધ્વારા તમામને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
ઇડર…