રાજ્ય કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલ માટે મોરબી જિલ્લાના પાંચ શિક્ષકોની પસંદગી

0
9

જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર અને આઈ ટુ વી ફાઉન્ડેશન પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ દ્વારા તા.6 અને 7 જાન્યુઆરી ના રોજ મોરબી જિલ્લા કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલનું આયોજન ગ્રીનવેલી ઇન્ટરનેશનલ સ્કૂલ – લજાઈ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાંથી પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિક શાળાના કુલ 32 જેટલા શિક્ષકોએ પોતે કરેલા ઇનોવેશન રજૂ કર્યા હતા.

જેમાંથી પ્રાથમિક વિભાગમાં પ્રથમ ક્રમે માળીયા તાલુકાની કુંતાસી શાળાના શિક્ષક બેચરભાઈ ગોધાણી,દ્વિતીય
ક્રમે ટંકારાની નેકનામ કન્યા શાળાના પટેલ વિધિબેન,તૃતીય ક્રમે ટંકારાની મિતાણા તાલુકા શાળાના કલ્પેશભાઈ પટેલ તેમજ માધ્યમિક વિભાગમાં પ્રથમ નંબર પર બહુચર વિદ્યાલય મિતાણાના આચાર્યશ્રી વાટકીયા પ્રવિણભાઈ અને દ્વિતીય ક્રમે મોરબીની ધીવીસી હાઈસ્કૂલનાં અમિતકુમાર તન્નાની પસંદગી કરવામાં આવી છે.હવે આગામી સમયમાં યોજાનાર રાજ્ય કક્ષાના ઇનોવેશન ફેસ્ટીવલમાં આ શિક્ષકો મોરબી જિલ્લાનું નેતૃત્વ કરશે.
રીપોર્ટર
મયંક દેવમુરારી
મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here