ગાડીમાં સવાર યુવતી અને કમરના ભાગે ઇજાઓ થતાં ચાણસ્મા આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર બાદ વધુ સારવાર માટે પાટણ ખસેડાઈ
જ્યારે ગલ્લા ધારક કુદી પડતા ઈજાઓ થતા ચાણસ્મા આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડાયો
રાજકોટનો બ્રાહ્મણ પરિવાર યુવતી પ્રગતિ બેન જનકભાઈ જોષી ઉંમર વર્ષ 23 ના કામ માટે પાટણ યુનિવર્સિટી ખાતેથી પરત ફરી રહ્યા હતા ત્યારે સ્વીફ્ટ ડિઝાયર કાર નંબર Gj 11 BH 5543 ના ચાલ કે ટેલરિંગ પરનો કાબુ ગુમાવતા પૂર ઝડપે આવી રહેલી સ્વીફ્ટ ડિઝાયર રોડની સાઇડમાં ઘૂસી જઈને રોડની સાઈડમાં કેબીન ને જોરદાર ટક્કર મારતા કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો સદનસીબે કેબિનમાં કામ કરતા કેબીનો ધારક ગોપાલજી ચેનાજી ઠાકોર ઉંમર વર્ષ ૩૨ રહે રૂપપુર વાળા કૂદી પડતા ઇજાઓ થતાં તાત્કાલિક ગાડી ચાલક અને કેબિન ના માલિક ગોપાલજી ની તાત્કાલિક ચાણસ્મા આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા જેમાં પ્રગતિ બેન જોશીને સારવાર દરમિયાન કમરના ભાગે વધારે ઇજાઓ જણાતા વધુ સારવાર અર્થે પાટણ હોસ્પિટલ ખાતે રીફર કરાયા હતા જ્યારે ગાડીમાં સવાર અન્ય એક મહિલા નાનું બાળક અને શિફ્ટ ડિઝાયર ના ચાલક નો આબાદ બચાવ થયો છે
ચાણસ્મા હાઇવે રોડ ની આજુબાજુ ખડકાયેલા નાના કેબીનો કાચી હોટલો ના દબાણના કારણે મોટા અકસ્માત થવાનો ભય લોકોએ વ્યક્ત કર્યો
ચાણસ્મા એટલે કચ્છ અમદાવાદ મહેસાણા અને સૌરાષ્ટ્રમાં પ્રવેશ કરવાનો આ રોડ મુખ્ય પ્રવેશ દ્વાર છે અને ચાણસ્મા ચેહર ઇસ તરફ ચાણસ્મા થી મહેસાણા તરફ ચાણસ્મા થી પાટણ તરફ રોડની બંને બાજુ રોડને અડીને કેબીન કાચી હોટલો ગલ્લા નો ખડકલો જામ્યો છે ત્યારે જતા આવતા વાહનો માટે રોડની બંને બાજુએ ટ્રાફિક જામ થઇ જતાં મોટો અકસ્માત થવાનો ભય નગરજનો અને વાહનચાલકો વ્યક્ત કર્યો હતો
રીપોટર. કમલેશ પટેલ પાટણ