દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકા ના સ્ટેશન શેરી રામદેવજી મંદિર ની મુલાકાત લીધા બાદ ઝાબીયા ભક્ત શ્રી હિરાભાઇના નિવાસ સ્થાને પહોંચ્યા હતા જેમા ગામ ઝાબીયા સહિત દેવગઢ બારીયા તાલુકાના અનેક ગામોમાં માંથી ભક્તજનો આવ્યા હતા અને બાબા આનંદસિંહજી નુ ખૂબ ભાવ પૂર્વક સ્વાગત કરવામાં આવ્યું. ત્યાર પછી રાત્રીના મહંતશ્રી કલ્યાણદાસજી મહારાજ ના વરદ હસ્તે બાબા રામદેવજી મહારાજ નો પાટપ્રકાશ કરવામાં આવ્યો હતો જેમા અનેક ભાવિભક્તોએ ભાગ લિધો હતો. ત્યારબાદ બાબા આનંદસિંહજી તંવરજીએ ભૂવાલ રામદેવજી મંદિર ની મુલાકાત લીધી હતી. આ સમગ્ર પ્રસંગે બાબા આનંદસિંહજી તંવર શ્રી એ સૌ ભક્તો નો આભાર માન્યો હતો અને ખૂબ ભાવથી આશિર્વાદ આપ્યા હતા.
કિરીટભાઈ બારીઆ
કાળીડુંગરી