યુ પી ખાતે આરોગ્ય લક્ષી લોકાર્પણ નાં પી.એમ મોદી નાં ઓનલાઇન કાયૅક્રમને પાટણ ધારપુર મેડિકલ કોલેજ ખાતે લોકો એ નિહાળ્યો..

0
2

પાટણ સાંસદ, ડીડીઓ, હોસ્પિટલ ડીન, સુપ્રિટેન્ડેન્ટ, આરોગ્ય અધિકારી સહિત મેડિકલ કોલેજ નાં અધ્યાપકો, વિધાર્થીઓએ કાયૅક્રમને માણ્યો..

પાટણ તા.25
પાટણ ની ધારપુર મેડિકલ કોલેજ ખાતે સોમવારના રોજ યુ પી ના વારાણસી ખાતે પી એમ મોદી ના હસ્તે યોજાયેલ રૂ . 5 કરોડ થી વધુ ની યોજનાઓના લોકાર્પણ કાર્યક્રમ નું લાઈવ પ્રસારણ યોજાયું હતું.
ધારપુર મેડિકલ કોલેજ નાં કોન્ફરન્સ હોલ ખાતે સોમવાર નાં રોજ આયોજીત વારાણસી ખાતે નાં ઓન લાઇન પી એમ મોદીની ખાસ ઉપસ્થિતિમાં આયોજિત કરવામાં આવેલ આ કાર્યક્રમ ને નિહાળવા પાટણ સાંસદ ભરતસિંહ ડાભી , ડી ડી ઓ રમેશ મેરજા , ધારપુર મેડિકલ કોલેજ ના ડિન ડો યોગેશાનંદ ગોસ્વામી , હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડો મનિષ રામાવત,જિલ્લા આરોગ્ય અધિકારી ડો.આર્ય સહિતના મહાનુભાવો સાથે ધારપુર મેડિકલ કોલેજ ના અધ્યપકો ,વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આરોગ્ય લક્ષી 5 કરોડથી વધુના 28 જેટલી વિકાસ યોજના નાં લોકાર્પણ સમારોહ ને નિહાળ્યો હતો
એડીટર. કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here