બનાસકાંઠા..
ધાનધાર ભટ્ટ મેવાડા બ્રહ્મ સમાજ દ્વારા નવા વર્ષે કરાઇ નવી પહેલ..કોરોના માં બે વર્ષ ની હાર બાદ એક નવી જીત સાથે એકલિંગજી પ્રીમિયર મેચ નું કરાયું આયોજન..
ધાન ધાર ભટ્ટ મેવાડા બ્રહ્મ સમાજ દ્વારા એક્લિંગજી પ્રીમિયર લીગ મેચ નું આયોજન કરવામાં આવ્યું હતું.છેલ્લા બે વર્ષ થી કોરોના મહામારી ના કારણે સમાજ ના લોકો એકબીજા ને મળી શક્યા નહોતા .તેમજ ધંધા અર્થે દૂર દૂર રહેતા લોકો વર્ષ માં એકવાર પોતાના વતન આવતા હોય છે.ત્યારે આ વખતે ધાન ધાર ભટ્ટ મેવાડા બ્રહ્મ સમાજ દ્વારા સમાજના લોકો એકબીજા ને મળી શકે તે માટે વડગામ સપોર્ટ કલબ ખાતે એક દિવસીય પ્રીમિયર લાઈવ મેચ નું આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું.જેમાં ધાનધા.વણસોલ. સીસરાના સેમોદ્રા ગોળા એમ. ચાર ટીમો એ ભાગ લીધો હતો..જેમાં ફાઈનલ મેચ સીસરાના તેમજ સેમોદ્રા વચે રમાઈ હતી.રસાકસી ભરી આં મેચમાં સેમોદ્રા ગોળા ટીમનો વિજય થયો હતો.જેમાં સમાજ ના વડીલો ના હસ્તે તમામ ખેલાડીઓ ને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા..જોકે ત્યારબાદ સમાજ ની મીટીંગ પણ યોજાઇ હતી જેમાં વડીલો યુવાનો સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા.જેમાં સમાજના પૂર્વ પ્રમુખ પુષ્કર ભાઈ ની હાજરી માં તમામ કમિટી ની બહાલી આપવામાં આવી હતી.તેમજ પ્રમુખ પદે પુષ્કર ભાઈ ની વરણી કરવામાં આવી હતી..સમાજમાં એકતા ભાઈચારો જળવાઈ રહે તેમજ સમાજના લોકો એકબીજાને મળી શકે તે માટે આં વખતે આં મેચનું આયોજન કરાયું હતું.જેમાં સમાજના ઉત્સાહી યુવાનો દ્વારા મંડપ બેસવા માટેની વ્યવસ્થા તેમજ જમવા ની પણ સુવિધા રાખવામાં આવી હતી. ક્રિકેટ મેચ માટે આપવામાં આવેલા મેદાન ને લઇ .વડગામ સ્પોર્ટ્સ કલબ નો પણ સમાજના વડીલો એ આભાર માન્યો હતો..નવા વર્ષ માં એક નવા ઉત્સાહ અને ઉમંગ સાથે ધાન ધાર ભટ્ટ મેવાડા બ્રહ્મ સમાજ દ્વારા સમાજના વિકાસ માટે ની પણ વિશેષ ચર્ચા કરી આં રીતે સમાજમાં ભાઈચારો વધે બધા એકબીજા સાથે હલી મળી રહે તે માટે વડીલોએ આહવાન કર્યું હતું…