યુનિવર્સિટી કેમ્પસ ક્વાર્ટરમાં રહેતા પરિવારની મહિલાઓએ યુનિવર્સિટી સત્તાધીશો સહિત કલેકટરને રૂબરૂ મળી રજૂઆત કરી..
પાટણ તા.૪
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટ્સ સંકુલ ખાતે આયોજિત કરાયેલ એલઆરડી ભરતી ની શારીરિક ક્ષમતા કસોટી ની પરીક્ષાને અનુલક્ષીને યુનિવર્સિટીના ગેટ નંબર ૨ ને બંધ કરવાની ફરજ પડી છે ત્યારે યુનિવર્સિટી કેમ્પસ કવાટસૅ રહેતાં યુનિવર્સિટી સ્ટાફ પરિવારો સહિત ડીસા તરફથી યુનિવર્સિટીમાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે યુનિવર્સિટીના ગેટ નંબર ૨ ને તંત્ર દ્વારા ખુલ્લુ રાખવામાં આવે તેવી રજૂઆત યુનિવર્સિટી સ્ટાફ કવૉટસૅ ની મહિલાઓ દ્વારા શનિવારના રોજ યુનિવર્સિટીના સત્તાધીશો અને જિલ્લા કલેકટર સમક્ષ રજૂઆત કરી હતી.
યુનિવર્સિટી સ્ટાફ ક્વાર્ટર્સ ની મહિલાઓ દ્વારા કરાયેલી રજૂઆતમાં તેઓએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીના ગેટ નંબર ૨ ને બંધ રાખવાથી સ્ટાફ ક્વાર્ટર્સમાં ધરકામ માટે આવતી કામવાળી બહેનો, બાળકોને સ્કૂલ માટે લેવા આવતા રિક્ષાચાલકો, વાનચાલકો, દૂધ અને પેપર આપવા માટે આવતા ફેરિયાઓને ફરજિયાત પણે યુનિવર્સિટીના મુખ્ય પ્રવેશદ્વારથી આવવું પડતું હોય જેના કારણે તેઓ સ્ટાફ ક્વાર્ટર કવૉટસૅ સુધી આવવા ને બદલે યુનિવર્સિટીના પ્રથમ પ્રવેશ દ્વાર આગળ જ સ્કૂલના બાળકોને ઉતારીને જતા રહેતા હોવાના કારણે યુનિવર્સિટી કેમ્પસના કવૉર્ટસની મહિલાઓને પણ અનેક મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે ત્યારે યુનિવર્સિટીના બંધ કરાયેલા ગેટ નંબર બે ને પુનઃ ખુલ્લો રાખવામાં આવે તેવી રજૂઆત મહિલાઓ દ્વારા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે તો આ બાબતે યોગ્ય નિરાકરણ આવે તે માટે મહિલાઓ ને હૈયાધારણા આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ. કમલેશ પટેલ. પાટણ