યુનિવર્સિટી ખાતે નાં હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગનાં વિદ્યાર્થીઓને NABH ની ત્રિદિવસીય ટ્રેનિંગ આપવામાં આવી..

0
6

એક્સપર્ટ ટ્રેનર ડો.ગ્રેસી મેથાઈ અને ડો.મોનિકા ગુપ્તા એ વિધાર્થીઓને સચોટ ટ્રેનિંગ સાથે માર્ગદર્શન આપ્યું..

પાટણ તા.૨૩
પાટણ ની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી નાં હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગ ખાતે ક્નેવોલીટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ના નેશનલ એક્રેડેટેશન બોર્ડ ફોર હોસ્પિટલ એન્ડ હેલ્થકેર ધ્વારા ત્રિદિવસીય પ્રોગ્રામ ઓન ઈમ્પ્લીમેંન્ટેશન ઓફ NABH Standard સંદર્ભે વિદ્યાર્થીઓની ટ્રેનીંગ ગત તારીખ: ૨૨/૧૦/૨૦૨૧ થી તા.૨૪/૧૦/૨૦૨૧ દરમ્યાન આયોજિત કરવામાં આવેલ હતી.
યુનિવર્સિટી નાં હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગ ખાતે આયોજિત આ ટ્રેનીંગ માં કુલ ૩૪-વિદ્યાર્થીઓની બેચ સાઈઝમાં ટ્રેનીંગ આપવામાં આવેલ આ ટ્રેનીંગ પૂર્ણ થયેથી વિધાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે અને ત્યારબાદ NABH આધારે તેમને સર્ટીફીકેટ આપવામાં આવશે. આ ટ્રેનીંગ થી વિદ્યાથીઓને હોસ્પિટલ નું એક્રેડેટેશન કેવી રીતે કરવું તે સંદર્ભેની ટ્રેનીંગ આપવામાં આવી હતી.
આ ટ્રેનીંગ થી વિદ્યાર્થીઓને હોસ્પિટલ ની ક્વોલીટી સંદર્ભે નું ઓડીટ અને એસેસમેન્ટ કરવામાં ઉપયોગી નીવડશે. આ ટ્રેનીંગ આપવા માટે NABH ના એક્ષપર્ટ તરીકે કોઝીકોડ થી ડો. ગ્રેસી મેથાઈ અને કરમસદ ખાતેથી ડો. મોનિકા ગુપ્તાએ એક્ષપર્ટ તરીકે હાજર રહી વિધાર્થીઓ ને ટ્રેનીંગ સાથે માગૅદશૅન આપવામાં આવેલ હતું.
આ ત્રિદિવસીય ટ્રેનીંગ રોજ સવારે ૮.૦૦ થી રાત્રે ૭.૦૦ કલાક સુધી આયોજિત કરવામાં આવી હોવાનું હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગના ડીન ડો કે કે પટેલે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here