મોહસીને આઝમ મિશન કલોલ દ્વારા નિરાધાર વ્યક્તિ ઓ ને ધાબળા વિતરણ કરવા માં આવ્યું

0
5

નબી (સ. અ. વ )પયગંમ્બર સાહેબ એ ફરમાવેલ છૅ કે હર ગરીબ, મજલુંમ વ્યક્તિ ની મદદ કરો ભલે તે કોઈ પણ ધર્મ ના હોય

મોહસિને આઝમ મિશન ની સ્થાપના દિવસ ની ઉજવણીના સંદર્ભે મિશનના સ્થાપક હુઝૂર ફાઝીલે બગદાદ સૈયદ હસન અસ્કરી અશરફ અશરફીયુલ જીલાની એ આહવાન કર્યું હતું કે “૨૩ નવેમ્બરના નો દિવસ અલ્લાહ નો શુક્ર અદા કરતા કૌમો મિલ્લતની ખિદમતમાં ગુજારે” એમના કહ્યા મુજબ મોહસિને આઝમ મિશન કલોલ દ્વારા શિયાળાની ઋતુ માં કોઈ નિરાધાર/જરૂરતમંદ વ્યક્તિ ઠંડી થી પીડાઈ નહિ એ ધ્યાનમાં રાખીને તેમને આજે આજ રોજ રાત્રે કલોલ શહેર મા અલગ અલગ જગ્યાઓ જેમા ટાવર ચોકમાં, રેલવે સ્ટેશન,સરદાર બાગ,કલોલ રેફરલ હોસ્પિટલ મા જરૂરિયાત દર્દીઓને અને કેટલાક જરુરીયાત ગરીબ ઘરોમાં જેમની પાસે ઠંડ ની સામે રક્ષણ મળે એવા ખૂબજ જરૂરતમંદ લોકો ને જેમની પાસે રહેવા માટે છત નથી ઓઢવા માટે ચાદર નથી એવા લોકોને “ધાબળા (બ્લેન્કેટ)” વિતરણ કરવામાં આવ્યું. જેમાં મિશન ના પ્રમુખ કાઝી રફીઉદીૃન, સલાઉદીૃન જેજે, ફરીદ એડવોકેટ, આદીલ ચોહાણ, ફિરોઝાખાન રમીજ ચૌહાણ, અખ્તરહુસૈન તથા મિશન દરેક સભ્યો હાજર હતા..

મોહસિને આઝમ મિશન કલોલ બ્રાંચ હરહંમેશ સેવા ના કાર્યો કરતી આવી છે જેમ કે મોહરમ નિમિત્તે કલોલ ની દરેક હોસ્પિટલમાં ફ્રૂટનૂ વિતરણ, સરકારી સ્કૂલોમાં પ્રવેશ વખતે સ્કુલ કિટ, જરૂરતમંદ લોકો ને રોકડ સહાય, ગરીબો માટે કપડાં નૂ વિતરણ વગેરે..

કલોલ મા કોઈપણ નિરાધાર/જરૂરતમંદ વ્યક્તિ ઠંડી થી પીડાતા હોય તો નીચે આપેલ અમારા નંબર ઉપર ફોન કરશો તો અમો સ્થળ ઉપર જઈને ઠંડી થી પીડાતા નિરાધાર લોકોને ધાબળા (બ્લેન્કેટ) વિતરણ કરી આપીશું.

            *  સંપર્ક નંબર: *

કાઝી રફીઉદૃદીન :- 9904239183
સલાઉદીૃન જેજે :- 9722228787
ફરીદ (એડવોકેટ) :- 9737965775
આદીલ ચોહાણ :- 7383786265
પઠાણ ફિરોઝખાન:-
81608 11416

બનાસ ગૌરવ દૈનિક ન્યૂઝ
જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here