જિલ્લા માં કોરોના ના કેસો માં સતત વધારો નોંધાય રહેલ છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોરબી જીલ્લા માં કુલ 6 ધનવંતરી રથ કાર્યરત કરેલ છે..
તેમજ હોમ આઇશોલેશન માં રહેલા પોઝીટીવ દર્દીઓ ની આરોગ્ય તપાસ માટે કુલ 8 સંજીવની આરોગ્ય રથ કાર્યરત કરેલ છે..
વધુ માં આજ રોજ કલેકટર જે. બી. પટેલ જિલ્લા વિકાસ અધિકારી પી. જે. ભગદેવ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એમ. કતીરા, તેમજ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. વારેવાડીયા દ્વારા કન્ટેન્ટ મેન્ટ ઝોન ની મુલાકાત લઈ,
કોરોના પોઝીટીવ દર્દીઓ ની મુલાકાત કરી તેમની તબિયત વિષે ખબર અંતર પુછી તેમજ અન્ય કોઈ મુશ્કેલી પડી રહી છે કે કેમ તે અંગે સંવાદ કરેલ.
તેમજ ધનવંતરી રથ અને સંજીવની રથ ની કામગીરી ની સમીક્ષા કરવામાં આવેલ.
વધુ માં હોમ આઈશોલેશન માં રહેલા મોટા ભાગ ના તમામ દર્દીઓએ અગાઉ કોરોના રસી ના બંને ડોઝ લઈ લીધેલ હોઈ કોરોના ના કોઈ ગંભીર લક્ષણો જોવા મળેલ નથી. તેમજ હોસ્પિટલ મા દાખલ થવાની પણ જરૂર પડેલ નથી આથી આજ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મોરબી ની તમામ જનતા ને કૉવિડ એપ્રોપ્રીએટ બેહેવિયર રાખવા તેમજ વેકશીન ના બંને ડોઝ તુરંત લઈ લેવાની અપીલ કરેલ છે.
જેથી કોરોના ના ગંભીર લક્ષણો થી બચી શકાય અને મોરબી જીલ્લા ને કોરોના થી બચાવી શકાય.
રીપોર્ટર
મયંક દેવમુરારી
મોરબી